શોએબ મલિકે વન ડે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 20 વર્ષના કરિયરનો અંત

Updated: Jul 06, 2019, 10:01 IST | મુંબઈ(સ્પોર્ટ્સ ડેસ્ક)

શોએબ મલિકે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેના 20 વર્ષના કરિયરનો અંત આવ્યો છે.

શોએબ મલિકે વન ડે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
શોએબ મલિકે વન ડે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો છે. મલિકે શુક્રવારે બાંગ્લાદેશની સામે જીત મેળવ્યા બાદ આ જાહેરાત કરી. ICC વર્લ્ડ-કપમાં પોતાના અંતિમ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે બાંગ્લાદેશમાં 94 રનોથી હરાવ્યા. વિશ્વકપમાં શરૂઆતમાં અનેક મેચ હાર્યા બાદ અને બાદમાં સારા પ્રદર્શન છતા પાકિસ્તાન સેમીફાઈનલમાં જગ્યા નથી બનાવી શક્યું.


શોએબ મલિકે મેચ બાદ કહ્યું કે હું વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. મે કેટલાક વર્ષો પહેલા જ નિર્ણય લીધો હતો કે હું પાકિસ્તાનને છેલ્લા વર્લ્ડ કપ મેચ બાદ નિવૃત થઈ જાઈશ. હું એ વાતથી દુઃખી છું કે ક્રિકેટના એ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું, જેનાથી મને ક્યારેક પ્રેમ હતો પરંતુ ખુશી એ વાતની છે કે પોતાના પરિવાર સાથે વિતાવવા માટે હવે મારી પાસે વધુ સમય હશે.

આ ઘોષણા સાથે જ અનુભવી પાકિસ્તાનના બેટ્સમેન શોએબ મલિકનું 20 વર્ષ લાંબુ ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ ગયું છે. મલિકે વિશ્વ કપ પહેલા જ જણાવ્યું હતું કે વિશ્વ કપમાં પાકિસ્તાનનો અંતિમ મુકાબલો તેમના કરિયરનો છેલ્લો મુકાબલો હશે. હવે તેઓ ટી-20 પર ફોકસ કરશે. જો કે વિશ્વ કપમાં ખરાબ પ્રદર્શન બાદ તેમને ટી-20 મેચમાં જગ્યા મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

શોએબ મલિકને આ વિશ્વ કપમાં માત્ર ત્રણ મેચ રમવાનો મોકો મળ્યો હતો. 16 જૂને ભારતની સામે રમાયેલો વન ડે તેની કરિયરનો છેલ્લો વન ડે સાબિત થયો. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે 14 ઓક્ટોબર 1999માં વેસ્ટઈંડીઝ સામેના મેચમાં શારજાહમાં  પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શોએબે વનડેમાં 34.55ની સરેરાશથી 7534 રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ Imran Tahir Retirement:દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ સ્પિનરે લીધી નિવૃત્તિ

શોએબ મલિકના નામ પર નવ સદી અને 44 અડધી સદી છે. તેમણે 158 વિકેટ પણ લીધી છે. મલિક પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ નથી રમતા. જો કે ટી 20 માટે તેઓ મહત્વના ખેલાડી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK