અમારી બૅટિંગમાં એનર્જીનો અભાવ છે અને સ્પિનરો ફૉર્મમાં નથી : ધોની

Published: Sep 27, 2020, 13:46 IST | Agency | Dubai

જોકે ચેન્નઈના કૅપ્ટનને વિશ્વાસ છે કે નેક્સ્ટ મૅચમાં રાયુડુ આવી જશે એટલે બધું બરાબર થઈ જશે

ધોની
ધોની

આઇપીએલની ત્રણમાંથી બે મૅચમાં હાર મળ્યા બાદ ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સ્વીકાર્યું હતું કે તેની ટીમના બૅટિંગ ડિપાર્ટમેન્ટમાં જોઈતી ઊર્જાનો અભાવ છે અને સ્પિનરો હજી ટચ નથી મેળવી શક્યા. આ વિશે વધારે વાત કરતાં ધોનીએ કહ્યું કે ‘અમારા બૅટિંગ ડિપાર્ટમેન્ટમાં જોઈતી ઊર્જાનો અભાવ છે અને એ વાત ઘણી હર્ટ કરે છે. ધીમી શરૂઆતને લીધે રનરેટ વધી જાય છે અને એ પ્રેશર વધારી દે છે. આ સમસ્યાનું સમાધાન લાવવું પડશે. એક ક્લિયર પિક્ચર અને યોગ્ય કૉમ્બિનેશન સાથે અમારે મેદાનમાં ઊતરવું પડશે. આગામી મૅચમાં કદાચ રાયુડુ ટીમમાં આવી જશે એટલે અમે એક વધારે બોલરને રમાડી શકીશું. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ અમારે લાઇન, લેન્ગ્થ અને પેસમાં સુધારો કરવો પડશે. ખાસ કરીને અમાર સ્પિનરો હજી તેમનો ટચ નથી બતાવી શક્યા. અમે બોલિંગ તો સારી કરી રહ્યા છીએ, પણ વધારે બાઉન્ડરી આપી રહ્યા છીએ.’

પૃથ્વી શૉ ઝીરો પર જ આઉટ હતો

શુક્રવાર ચેન્નઈ અને ધોની બન્ને માટે ખરાબ હતો. મૅચનો હીરો પૃથ્વી શૉ બીજા બૉલમાં ધોનીને કૅચ આપી બેઠો હતો. જોકે ન તો બોલરે અપીલ કરી હતી કે ન તો ધોનીએ. પૃથ્વી આખરે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમીને ચેન્નઈને ભારે પડ્યો હતો.

સેહવાગનો કટાક્ષ, ચેન્નઈના બૅટ્સમેનોને ગ્લુકોઝની જરૂર

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ અને આખાબોલા ક્રિકેટર વીરેન્દર સેહવાગનું માનવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સના બૅટ્સમેન્સ ફ્રિલી નથી રમી રહ્યા. ગેમમાં તેમની ઇન્ટેન્સિટી વધારવા માટે તેમને ગ્લુકોઝની જરૂર છે. આ વિશે વાત કરતાં સેહવાગે કહ્યું કે ‘ચેન્નઈના બૅટ્સમેનોને સારી શરૂઆત નથી મળી રહી. ગ્લુકોઝ ચડા કે આના પડેગા નેક્સ્ટ મૅચ સે બૅટિંગ કરને.’

ધોનીનો સુપરમૅન કૅચ

૩૯ વર્ષની ઉમંરે ધોનીઅે ગઈ કાલે દિલ્હીના કૅપ્ટન શ્રેયસ ઐયરનો હવામાં ડ્રાઇવ મારીને પકડેલા કૅચનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે. ચાહકોએ એને સુપરમૅન કૅચ ગણાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK