હારથી નિરાષ ન્યુઝીલેન્ડના સ્ટાર ક્રિકેટરે કહ્યું, બેકરી ખોલજો પણ ક્રિકેટ ન રમતા

Published: Jul 15, 2019, 20:14 IST | London

ICC World Cup 2019 માં જીતનો કોળીયો મોં સુધી પહોંચ્યા બાદ હારી જતાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને તેમના ક્રિકેટ ચાહકોમાં નિરાશા અને રોષની લાગણી જોવા મળી હતી. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ ચાહકોમાં પણ ન્યુઝીલેન્ડની હારનું દુખ જોવા મળ્યું હતું.

London : ICC World Cup 2019 માં જીતનો કોળીયો મોં સુધી પહોંચ્યા બાદ હારી જતાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને તેમના ક્રિકેટ ચાહકોમાં નિરાશા અને રોષની લાગણી જોવા મળી હતી. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ ચાહકોમાં પણ ન્યુઝીલેન્ડની હારનું દુખ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચ ઘણી રોમાંચક રહી હતી. પહેલીવાર એવું બન્યું કે ફાઇનલ મેચ ટાઇમાં ગઇ હતી અને સુપર ઓવરથી વિજેતા ટીમ નક્કી કરવામાં આવી હતી. ત્યારે આ હાર બાદ ન્યુઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર જીમી નિશામ ઘણો નિરાશની સાથે ગુસ્સે પણ ભરાયો હતો અને તેણે પોતાનો ગુસ્સો સોશીયલ મીડિયામાં કાઢ્યો હતો.


સુપર ઓવર પણ ટાઇ થતાં વધુ બાઉન્ડ્રીથી ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરાઇ

વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચ ટાઇ થયા બાદ સુપર ઓવરમાં ગઇ હતી. સુપર ઓવરમાં પણ બન્ને ટીમને 15 રન થતા મેચ ટાઈ થઈ હતી. ટાઈ બાદ બાઉન્ડ્રીના આધારે ઈંગ્લેન્ડની ટીમને વિજેતા જાહેર કરાઈ હતી. આઈસીસીના આ નિયમનો ક્રિકેટ પ્રેમીઓએ વિશ્વભરમાં ભારે વિરોધ કર્યો હતો.


જીમી નિશામનું દિલ તુટ્યું અને ગુસ્સો સોશીયલ મીડિયામાં કાઢ્યો હતો
ન્યૂઝીલેન્ડની ટીમને આઈસીસીના નિયમના કારણે હાર મળતા જીમી નિશામનું દિલ તૂટી ગયું હતું. ખૂબ જ નિરાશ થઈને તેણે ટ્વિટર ઉપર મેસેજ લખ્યો હતો કે બાળકો સ્પોર્ટ્સને ક્યારેય (કરિયર તરીકે) પસંદ ન કરતા, બેકરી ખોલજો અથવા બીજો કોઈ કામધંધો કરજો પણ સ્પોર્ટ્સ પસંદ ન કરતા. જાડા થઈને 60 વર્ષની ઉંમરમાં ખુશી ખુશી મરી જજો પણ સ્પોર્ટ્સ પસંદ ન કરતા.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

જીમિ નિશામે ઇચ્છા પ્રમાણે પરિણામ ન લાવતા ચાહકોની માફી માંગી
જીમી નિશામે વધુમાં લખ્યું હતું કે આ હારથી દિલને ઘણી જ ઠેસ પહોંચી છે. મેચમાં સપોર્ટ કરવા બદલ તેણે લોકોનો આભાર માન્યો હતો. ઈચ્છા પ્રમાણેનું પરિણામ ન લાવવાના કારણે તેણે ચાહકોની માફી પણ માંગી હતી.


આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ભારે હૈયે તનો આ સંદેશ ખરેખર ઘણો આઘાતજનક છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી સ્ટિફન ફ્લેમિંગ અને સ્કોટ સ્ટાઈરિસે પણ આઈસીસીના નિયમને ક્રુર ગણાવી તેની નિંદા કરી હતી. ક્રિકેટ ચાહકોએ આ નિયમને બદલાવાની વાત કરી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK