ન્યુ ઝીલૅન્ડ સરકારે ગઈ કાલે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો વધુ એક પ્લેયર કોરોના પૉઝિટિવ થયો છે, જેને લીધે કોરોના પૉઝિટિવ થનારા કુલ પાકિસ્તાની પ્લેયરોની સંખ્યા આઠ થઈ છે. આ પ્લેયરને અગાઉના સાત કોરોના પૉઝિટિવ પ્લેયર સાથે ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે.
ન્યુ ઝીલૅન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ‘ન્યુ ઝીલૅન્ડમાં આઇસોલેશનમાં રહેલા પ્લેયરોમાં વધુ એક કોરોનાનો કેસ જોવા મળ્યો છે. આ નવો કમ્યુનિટી કેસ નથી. ગઈ કાલે પાકિસ્તાન ક્રિકેટ ટીમની કરવામાં આવેલી તપાસમાં જોવા મળેલા ત્રણ કેસમાંનો આ એક કેસ છે જે કોરોના પૉઝિટિવ છે. બાકીની બે હસ્તીઓ તપાસ હેઠળ છે.’
ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ
17th January, 2021 13:52 ISTપંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન
17th January, 2021 13:50 ISTસિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર
17th January, 2021 13:48 ISTબિનઅનુભવી બોલરોની કમાલ, રોહિતની વિકેટે દિવસ બગાડ્યો
17th January, 2021 13:43 IST