માસ્ટર બ્લાસ્ટર સચિને 15 નવેમ્બરના દિવસે ટેસ્ટ ક્રિકેટમાં કર્યું હતું પદાપર્ણ

Published: Nov 15, 2019, 18:30 IST | Mumbai

ક્રિકેટ જગતમાં માસ્ટર બ્લાસ્ટર એવા સચિન રમેશ તેંડુલકરે બરોબર આજના જ દિવસે 15 નવેમ્બર 1989 ના દિવસે ક્રિકેટની દુનિયામાં પગ મુક્યો હતો.

સચિન તેંડુલકર
સચિન તેંડુલકર

ક્રિકેટ જગતમાં માસ્ટર બ્લાસ્ટર એવા સચિન રમેશ તેંડુલકરે બરોબર આજના જ દિવસે 15 નવેમ્બર 1989 ના દિવસે ક્રિકેટની દુનિયામાં પગ મુક્યો હતો. આજ દિવસે માસ્ટર બ્લાસ્ટર સચિન (Sachin Tendulkar) તેંડુલકરે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાપર્ણ કર્યું હતું. આમ ટેસ્ટની દુનિયામાં પગ મુકતાની સાથે જ મુશ્તાક મોહમ્મદ અને આકિબ જાવેદ બાદ સચિન વિશ્વનો ત્રીજો યુવા ક્રિકેટર બની ગયો હતો. સચિન તેંડુલકર જ્યારે ક્રિકેટના મેદાનમાં ઉતર્યો ત્યારે તેની ઉમર16 વર્ષ 205 દિવસ હતી. સચિને તેની 24 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં કુલ 200 ટેસ્ટ મેચ રમી અને ટેસ્ટ ક્રિકેટમાં 53.78ની એવરેજથી 15921 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 51 ટેસ્ટ સદી અને 68 અડધી સદી ફટકારી હતી.

છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો
પ્રથમ ટેસ્ટ મેચમાં સચિનને છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. ભારતની આગેવાની કૃષ્ણમાચારી શ્રીકાંત કરી રહ્યાં હતા. પ્રથમ ઈનિંગમાં પાકિસ્તાને 409 રન બનાવીને ભારતને દબાવમાં લાવી દીધું હતું. એક સમયે ભારતીય ટીમનો સ્કોર 41 રન પર 4 વિકેટ હતો. મનોજ પ્રભાકરની વિકેટ પડ્યા બાદ ઉભરતા સચિનનો વારો આવ્યો હતો.

આ પણ જુઓ : 52 વર્ષે પણ એટલા જ ખૂબસુરત લાગે છે અંજલિ તેંડુલકર

બનાવ્યા 15 રન, ફટકાર્યા બે ચોગ્ગા
સચિને 24 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા. સાથે અઝહરુદ્દીનની સાથે 32 રનની ભાગીદારી કરી હતી. આખરે સચિનને જે પાકિસ્તાની બોલરે બોલ્ડ કર્યો તે પણ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. તે બોલર હતો વકાર યુનુસ. ભારતે પહેલી ઈનિંગમાં 262 રન બનાવ્યા હતા.સચિનને બીજી ઈનિંગમાં બેટિંગ કરવાની તક ન મળી. પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા કપિલ દેવે તે ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી (એક અડધી સદી) અને મેન ઓફ ધ મેચ રહ્યાં હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK