ક્રિકેટમાંથી ઑલિમ્પિક્સ ઘણું શીખી શકે : રાહુલ દ્રવિડ

Published: 29th October, 2014 05:48 IST

ઑલિમ્પિકમાં ભારત વધુ મેડલ મેળવે એ હેતુથી સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા બનાવાયેલી ‘ટાર્ગેટ ઑલિમ્પિક પોડિયમ’ યોજનાના ૮ સભ્યો પૈકી એક એવા ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ‘ક્રિકેટમાંથી ઑલિમ્પિક સ્પોર્ટ્સ ઘણું શીખી શકે છે એ રીતે ઑલિમ્પિક્સમાંથી પણ ક્રિકેટ ઘણું શીખશે.


Rahul Dravid


રમત છેવટે રમત હોય છે. ઉચ્ચ સ્તરે બતાવેલું પ્રદર્શન હંમેશાં યાદગાર હોવાનું. ક્રિકેટરો પણ અન્ય ઍથ્લીટ્સના પ્રદર્શનમાંથી ઘણું શીખી શકે છે. વળી ક્રિકેટમાંથી પણ અન્ય રમત ઘણું શીખે છે.’

નવી દિલ્હીના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના સેન્ટરમાં આયોજિત બેઠકમાં હાજરી આપ્યા બાદ આ વાત તેણે કહી હતી. આ બેઠકમાં મૅરી કૉમ, પુલેલા ગોપીચંદ, અંજુ બૉબી જ્યૉર્જ તથા અભિનવ બિન્દ્રા હાજર હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK