ગીતા બસરા -હરભજનનાં ઘરે પારણું બંધાયું

Published: Jul 28, 2016, 10:27 IST

ધોની, રૈના બાદ ભજ્જી ડેડી ક્લબમાં સામેલ



મુંબઈ : ટીમ ઈન્ડિયાના ટર્બનેટર નામથી મશહૂર હરભજન સિંહ પિતા બની ગયા છે. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના બાદ ભજ્જી પણ ડેડી ક્લબમાં સામેલ થઈ ગયા છે. ગીતા બસરાએ બુધવારે (27મી જુલાઈ)એ લંડનમાં એક બેટીને જન્મ આપ્યો છે.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મા અને દિકરી બન્નેની તબિયત સારી છે. ભજ્જી અને ગીતાએ 29મી ઓક્ટોમ્બર 2015ના રોજ લગ્ન કર્યાં હતાં. ગીતા બસરા એક બોલીવુડ અભિનેત્રી અને મોડલ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK