ન્યુ ઝીલૅન્ડના બોર્ડે ટેલરની માફી માગી

Published: 13th December, 2012 05:37 IST

રૉસ ટેલરને કૅપ્ટન્સીમાંથી હટાવીને બ્રેન્ડન મૅક્લમને નવો સુકાની બનાવવાનું પ્રકરણ સારી રીતે હાથ ધરી શકાયું હોત એવું બોલીને ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ક્રિસ મૉલરે ગઈ કાલે ટેલરની જાહેરમાં માફી માગી હતી.



વેલિંગ્ટન : જોકે મૅક્લમને ટેલરનો અનુગામી બનાવવાનું પગલું કોઈ પણ રીતે ખોટું નથી એવું પણ તેમણે કહ્યું હતું.

થોડા દિવસ પહેલાં ટેલર પાસેથી વન-ડે અને T20ની કૅપ્ટન્સી પાછી લઈ લેવામાં આવી ત્યારે તેને ટેસ્ટનું સુકાન સંભાળી રાખવાની ઑફર થઈ હતી, પરંતુ તેણે એ ઠુકરાવી હતી એવું બોર્ડ વતી કહેવામાં આવ્યું હતું. જોકે ટેલરે બોર્ડનો આ દાવો જાહેરમાં નકારતા કહ્યું હતું કે મને આવી કોઈ ઑફર થઈ જ નહોતી. આ વાત તેમ જ બીજા સામસામા આક્ષેપોને કારણે કૅપ્ટન્સીનો મુદ્દો ચર્ચાસ્પદ થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK