આજકાલ લીડિંગ પ્લેયર્સ માટે ફિઝિકલ ડિમાન્ડ વધી ગઈ છે : એ.બી. ડીવિલિયર્સ

Published: Mar 19, 2020, 15:42 IST | IANS | Mumbai Desk

મને રાહ જોવા દો અને જોવા દો કે શું થઈ શકે એમ છે. મારું ધ્યાન હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ પર છે અને રૉયલ ચૅલેન્જર્સને ટીમની ક્ષમતામાં વિશ્વાસ અપાવવા માટે હું મદદરૂપ બનવા પર ફોકસ કરી રહ્યો છું.

મારું ધ્યાન હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ પર છે
મારું ધ્યાન હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ પર છે

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન એ.બી. ડીવિલિયર્સ પોતાની ટીમ માટે કમબૅક કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો એવામાં કોરોનાએ દરેક પ્લાનિંગ પર પ્રશ્નચિહન મૂકી દીધો છે. ટી૨૦ વર્લ્ડ કપમાં પોતાની ટીમ માટે ડીવિલિયર્સ રમી શકશે કે નહીં એ સવાલ ફરી પાછો ઊભો થયો છે. જોકે ડીવિલિયર્સ હાલમાં આ બાબતે નથી વિચારી રહ્યો અને વેટ ઍન્ડ વૉચની પદ્ધતિ અપનાવી રહ્યો છે. આ વિશે વાત કરતાં ડીવિલિયર્સે કહ્યું કે ‘મને રાહ જોવા દો અને જોવા દો કે શું થઈ શકે એમ છે. મારું ધ્યાન હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ પર છે અને રૉયલ ચૅલેન્જર્સને ટીમની ક્ષમતામાં વિશ્વાસ અપાવવા માટે હું મદદરૂપ બનવા પર ફોકસ કરી રહ્યો છું. અમે બેસીને જોઈશું કે શું થઈ શકે એમ છે.’

કોરોનાને કારણે આઇપીએલ પર કાતર મૂકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, પણ ફ્રૅન્ચાઇઝી ટીમો વિવિધ પ્રકારના સમાધાન કરવા તત્પરતા દેખાડી રહી છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલને ૧૫ એપ્રિલ સુધી પોસ્ટપોન્ડ કરી છે. સામા પક્ષે ડીવિલિયર્સનું માનવું છે કે આ સમયમાં દરેક પ્લેયરે વર્કલોડ મેનેજ કરવા માટે પોતાના પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. ડીવિલિયર્સે કહ્યું કે ‘દરેક પ્લેયરે પોતાના સંજોગોના આધારે નિર્ણય લેવાનો હોય છે. હું અત્યારના એવા સ્ટેજ પર છું જ્યાંથી મારે મારી પત્ની અને બે સંતાનો વિશે વિચારી પરિવાર અને ક્રિકેટ વચ્ચે બૅલૅન્સ કરવાનું છે. આજના દિવસોમાં અગ્રણી અને મોટા પ્લેયરો માટે ફિઝિકલ ફિટનેસ વધારે મહત્ત્વની છે અને તેમણે જ નક્કી કરવાનું છે કે તેઓ શું કરી શકે છે અને શું નથી કરી શકતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK