હવે, IPL માં નો-બોલનું ધ્યાન રાખવા અલગ અમ્પાયર રાખવામાં આવશે

Published: Nov 06, 2019, 14:25 IST | Mumbai

ઇન્ડિયન પ્રીમિયર (IPL) લીગ 2020ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે તેને લઇને ફરી સમાચાર સામે આવ્યા છે. આઇપીએલમાં અવારનવાર અમ્પાયરની ભુલો સામે આવી છે અને તે લોકોમાં હંમેશા ચર્ચાનો વિષય બની છે.

આઇપીએલમાં નો બોલ માટે અલગ અમ્પાયર રહેશે
આઇપીએલમાં નો બોલ માટે અલગ અમ્પાયર રહેશે

ઇન્ડિયન પ્રીમિયર (IPL) લીગ 2020ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે તેને લઇને ફરી સમાચાર સામે આવ્યા છે. આઇપીએલમાં અવારનવાર અમ્પાયરની ભુલો સામે આવી છે અને તે લોકોમાં હંમેશા ચર્ચાનો વિષય બની છે. ત્યારે અમ્પાયર ઘણીવાર નો-બોલ પર સાચો નિર્ણય નથી લઇ શકતા. તેવામાં બીસીસીઆઇએ તેના પર ખાસ ધ્યાન રાખતા નિર્ણય કર્યો છે કે IPLની આગામી સીઝનમાં માત્ર નો-બોલનું ધ્યાન રાખવા માટે એક એક્સ્ટ્રા અમ્પાયર ફરજ નિભાવશે.


IPL ની ગવર્નિંગ બોડીની બેઠકમાં લેવાયો નિર્ણય
IPLની ગવર્નિંગ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવર્નિંગ કાઉન્સિલના એક મેમ્બરે કહ્યું કે, એક સ્પેશિયલ અમ્પાયર ફરજ નિભાવશે, જે ઓન-ફિલ્ડ અમ્પાયર્સ અને થર્ડ અમ્પાયર સાથે કોઓર્ડિનેટે કરીને નો-બોલ અંગે મદદ કરશે. આઇપીએલ પહેલા આ રીતે એક્સ્ટ્રા અમ્પાયરનો ઉપયોગ ડોમેસ્ટિક ક્રિકેટમાં કરવામાં આવશે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

ઘણી ચર્ચા બાદ પાવર પ્લેયર આગામી સીઝનમાં અમલમાં નહીં મુકાય
IPL ની ગવર્નીંગ બેઠકમાં નક્કી થયું હતું કે, પાવર પ્લેયરનો કોનસેપ્ટ આગામી સીઝનમાં મુકવામાં આવશે નહીં. બોર્ડના અધિકારીએ કહ્યું કે, સમય ઓછો હોવાથી તેને આગામી સીઝનમાં અમલમાં મુકવામાં આવશે નહીં. અમે આઇપીએલ પહેલા તેનો ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ઉપયોગ કરવા માગીએ છીએ. તેમાં વધુ સમયની જરૂર હોવાથી હાલના તબક્કે તે થઇ શકે તેમ નથી. તે ઉપરાંત બોર્ડ ફ્રેન્ચાઈઝની વિદેશમાં ફ્રેન્ડલી મેચો રમવાની છૂટ છૂટ આપે તેવી સંભાવના છે.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

પાવર પ્લેયર કોનસેપ્ટમાં હવે 15 ખેલાડીઓ જાહેર થશે
મળી રહેલ માહિતી પ્રમાણે પાવર પ્લેયર કૉનસેપ્ટ અનુસાર દરેક ટીમ મેચ પહેલા 11ની જગ્યા 15 ખેલાડીઓ જાહેર કરશે. તે પછી મેચની પરિસ્થિતિ પ્રમાણે વિકેટ પડે ત્યારે અથવા કોઈ ઓવર સમાપ્ત થાય ત્યારે સબસ્ટિટ્યુટ પ્લેયરને લાવી શકશે. બીસીસીઆઈના અધિકારીએ કૉનસેપ્ટ સમજાવતા કહ્યું હતું કે, 6 બોલમાં 20 રનની જરૂર છે અને આન્દ્રે રસેલ ડગઆઉટમાં બેઠો છે કારણકે તે 100% ફિટ ન હતો. તેથી પ્લેઈંગ 11નો ભાગ નહોતો. પરંતુ આ કૉનસેપ્ટને અમલમાં મુક્યા પછી તે રમવા આવી શકે છે અને હારેલી મેચ જીતાડી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK