Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મૅચ જીત્યા બાદ રડી પડ્યો નોવાક જૉકોવિચ

મૅચ જીત્યા બાદ રડી પડ્યો નોવાક જૉકોવિચ

16 June, 2020 09:18 AM IST | Belgrade
Agencies

મૅચ જીત્યા બાદ રડી પડ્યો નોવાક જૉકોવિચ

નોવાક જૉકોવિચ

નોવાક જૉકોવિચ


વર્લ્ડ નંબર-વન ચૅમ્પિયન નોવાક જૉકોવિચ રવિવારે મૅચ જીત્યા બાદ રડી પડ્યો હતો. તેણે એડ્રિયા ઓપન એક્ઝિબિશન ટૂર ઇવેન્ટમાં ઍલેક્ઝેન્ડર ઝ્‍વેરેવને હરાવ્યો હતો. કોરોના વાઇરસને કારણે તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ કૅન્સલ કરવામાં આવી હતી. જોકે રવિવારથી ટેનિસની શરૂઆત થઈ હતી. મૅચ જીતવા છતાં જૉકોવિચ આગામી રાઉન્ડમાં નહોતો જઈ શક્યો. જૉકોવિચ, ઍલેક્ઝેન્ડર અને ફિલિપ ક્રાન્જિનોવિક ત્રણેયની હાર-જીતનો રેશિયો એકસરખો હતો. બેસ્ટ ગેમ પૉઇન્ટના આધારે જૉકોવિચ બહાર થઈ ગયો હતો. તેની છેલ્લી મૅચ જીત્યા છતાં તે રડી પડ્યો હતો. આ વિશે જૉકોવિચે કહ્યું હતું કે ‘કોર્ટ પર હું ખૂબ જ ઇમોશનલ થઈ ગયો હતો. મારી બાળપણની યાદો તાજી થઈ હતી. યુવાનીમાં હું આ કોર્ટ પર રમીને મોટો થયો હતો અને એ તમામ વાતો તાજી થઈ હતી. હું ખૂબ ખુશ હતો અને એ ખુશીનાં આંસુ હતાં.’

નોવાક જૉકોવિચના ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલી આ ઇવેન્ટમાં લગભગ 4000 દર્શકો મૅચ જોવા આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2020 09:18 AM IST | Belgrade | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK