નામ જ નહીં, કામ પણ મોહમ્મદ અઝહરુદીન જેવું

Published: 15th January, 2021 10:32 IST | Agencies | Mumbai

વાનખેડેમાં મુંબઈ સામે કરાલાના ઓપનરે ૫૪ બૉલમાં ૧૩૭ રન ફટકારીને અનેક રેકૉર્ડ તોડી નાખ્યા : મુંબઈ સતત બીજી મૅચ હાર્યું

નામ જ નહીં, કામ પણ મોહમ્મદ અઝહરુદીન જેવું
નામ જ નહીં, કામ પણ મોહમ્મદ અઝહરુદીન જેવું

મોહમ્મદ અઝરુદ્દીન નામ તો સાંભળ્યું હશે, પણ પેલા ભૂતપૂર્વ કૅપ્ટન અઝહરુદ્દીનની વાત નથી કરી રહ્યા, પણ કેરાલાના ઓપનરની વાત કરી રહ્યા છીએ. નેશનલ ટી૨૦ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલીમાં બુધવારે કરાલાના ઓપનર ૨૬ વર્ષના મોહમ્મદ અઝહરુદ્દીને વાનખેડેમાં ૧૧ સિક્સર અને ચાર ફોર સાથે ૫૪ બૉલમાં ૧૩૭ રન ફટકારીને ધમાલ મચાવી દીધી હતી. અઝહરુદ્દીનની કમાલના જોરે કેરાલાએ મુંબઈને ૨૫ બૉલ બાકી રાખીને ૮ વિકેટે પરાજિત કર્યું હતું. મુંબઈએ આપેલા ૧૯૭ રનના ટાર્ગેટને કેરાલાએ ૧૫.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. દિલ્હી બાદ મુંબઈનો આ સતત બીજો પરાજય હતો
કરીઅરની પ્રથમ સેન્ચુરી ફટકારનાર અઝહરુદ્દીને આ સાથે અનેક રેકૉર્ડ બનાવી લીધા છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં બીજા નંબરથી સૌથી ઝડપી સેન્ચુરી ફટકારી હતી. ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ ૩૨ બૉલનો રિષભ પંતના નામે છે. ઑલઓવર ટી૨૦ની વાત કરીઅએ તો આ ત્રીજા ક્રમાંકનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો છે. રિષભ પંત (૩૨) બાદ રોહિત શર્મા (૩૫) બીજા નંબરે છે.

અઝહરને આદર્શ માનતો હોવાથી રાખ્યું તેનું નામ

અઝહરુદ્દીનનો મોટો ભાઈ કમરુદ્દીન ભૂતપૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો મોટો ફૅન છે અને તેને આદર્શ માનતો હોવાથી નાના ભાઈનું નામ પણ એ જ રાખ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK