Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોઈ પણ મુસીબત તેમને અટકાવી શકે એમ નથી

કોઈ પણ મુસીબત તેમને અટકાવી શકે એમ નથી

21 January, 2021 04:02 PM IST | Mumbai
Agencies

કોઈ પણ મુસીબત તેમને અટકાવી શકે એમ નથી

અકરમ-આફ્રિદીએ કર્યાં ભારતીય ટીમનાં વખાણ

અકરમ-આફ્રિદીએ કર્યાં ભારતીય ટીમનાં વખાણ


પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર વસીમ અકરમ અને શાહિદ આફ્રિદીએ ભારતની ઑસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક જીત બદલ તેમનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે કોઈ પણ મુસીબત ભારતને અટકાવી શકે એમ નથી.
ભારતીય ટીમને અભિનંદન આપતી ટ્વીટ કરી વસીમ અકરમે કહ્યું કે ‘ભારત માટે આ અદ્ભુત ટેસ્ટ અને સિરીઝ રહી. અમે ઑસ્ટ્રેલિયા ટૂર પર આવી બિન્દાસ, નીડર એશિયન ટીમ નથી જોઈ. કોઈ પણ પ્રકારની મુસીબત તેમને અટકાવી શકે એમ નથી. ૩૬ રને ઑલઆઉટ થયા બાદ તેમણે નોંધનીય રીતે જીત હાંસલ કરી, જે બીજા માટે પણ પ્રેરણાદાયક છે. ભારતને અભિનંદન.’
વસીમ અકરમ ઉપરાંત શાહિદ આફ્રિદીએ પણ ભારતીય ટીમની પ્રશંસા કરી હતી. શાહિદ આફ્રિદીએ કહ્યું કે ‘ભારતનું અવિશ્વસનીય પ્રદર્શન. આટલી બધી ઈજા અને પડકારો હોવા છતાં ભારતે આશ્ચર્યજનક રીતે સિરીઝ જીતી લીધી. ભારતીય ટીમને ખૂબ-ખૂબ અભિનંદન. લાંબા સમય સુધી આ સિરીઝને યાદ રખાશે.’

મને લાગે છે કે હારનું ઘણું મોટું પરિણામ આવશે. તમે બીજી અથવા ત્રીજી પસંદગીની ટીમ સામે હારો એવું ભાગ્યે જ બને છે. તમારી રણનીતિ પર સવાલ ઊભા કરવામાં આવશે. બોલર્સ સામે સવાલ ઊભા થશે, પ્લેયર્સના સ્થાન પર સવાલ થશે અને એ થશે જ. તમે એને કોઈ પણ રીતે હટાવી ન શકો અને એમ ન કહી શકો કે ઇન્ડિયન ટીમ અમારા કરતાં ઘણી સારી હતી.
- શેન વૉર્ન


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2021 04:02 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK