Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝ દરમ્યાન અપશબ્દોને સાંખી નહીં લેવાય : લૅન્ગર

ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝ દરમ્યાન અપશબ્દોને સાંખી નહીં લેવાય : લૅન્ગર

26 November, 2020 04:39 PM IST | Sydney
PTI

ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝ દરમ્યાન અપશબ્દોને સાંખી નહીં લેવાય : લૅન્ગર

જસ્ટિન લૅન્ગર

જસ્ટિન લૅન્ગર


ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૅન્ગરે કહ્યું હતું કે ભારત અને ઑસ્ટ્રેલિયા સિરીઝ દરમ્યાન અપશબ્દોને સાંખી નહીં લેવાય. ઓપનર ડેવિડ વૉર્નરે કહ્યું હતું કે વિરાટ કોહલીની ટીમ આ પ્રવાસ દરમ્યાન મને ભડકાવવાનો પ્રયાસ કરશે, પરંતુ લૅન્ગરે કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ કોઈ પણ વિવાદ તેમ જ તૂતૂમેંમેંને એક હદથી બહાર નહીં જવા દે. શુક્રવારથી શરૂ થનારી વન-ડે સિરીઝ પહેલાં ગઈ કાલે મીડિયા સાથે વાતચીત દરમ્યાન લૅન્ગરે કહ્યું હતું કે વિવાદ માટે ઘણી તકો મળશે, એને માણજો. વિરોધી ટીમની સાથે તૂતૂમેંમેં પણ કરજો, પરંતુ દૂરવ્યવહારને કોઈ સ્થાન નથી.
૨૦૧૮ દરમ્યાન ભારત સામે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટિમ પેઇન વચ્ચે થયેલી ટક્કરને યાદ કરતાં લૅન્ગરે કહ્યું હતું કે કોહલી જે કરી રહ્યો હતો એ અમને પસંદ પડ્યું હતું, કારણ કે એની પાછળ મજાક કરવાની ભાવના હતી. કોઈ પણ ભોગે જીતવાની ઑસ્ટ્રેલિયાની ટીમની આદત અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. વિવાદ બાદ એમાં સુધારો લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે અગાઉ અમારા ખેલાડીઓ જ એવા પ્રકારના હતા કે સામે વાળી ટીમ નર્વસ થઈ જતી. જો તમારે શેન વૉર્ન અને ગ્લેન મૅક્ગ્રાનો સામનો કરવાનો હોય અથવા તો બૅટિંગમાં સ્ટીવ વૉ, ઍડમ ગિલક્રિસ્ટ અથવા રિકી પૉન્ટિંગ હોય તો સ્વાભાવિક રીતે તમે નર્વસ થઈ જ જવાના તેમ જ તમારા મોઢામાંથી શબ્દો આપોઆપ ફૂટી નીકળે.
ભારત સામેની ટેસ્ટ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાની ઓપનર જોડીની ચર્ચા પણ કરી હતી. જો બન્સની જગ્યાએ વિલ પુકોવ્સ્કી વૉર્નર સાથે જોડી બનાવશે. એવા સવાલના જવાબમાં લૅન્ગરે કહ્યું હતું કે વિલ વિશે અમે ઘણું વિચારીએ છીએ. એની પાસે પ્રતિભા છે. તક મળશે તો તે ટેસ્ટ ક્રિકેટ માટે પણ તૈયાર છે. આગામી સિરીઝ માટે બન્સ પર જ ભરોસો રાખીશું. જોકે માઇકલ ક્લાર્ક, ઇયાન ચૅપલ અને માર્ક વૉ સહિત ઘણા ભૂતપૂર્વ દિગ્ગજોએ વિલને જ તક આપવાની વાત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2020 04:39 PM IST | Sydney | PTI

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK