નેમાર-એમ્બાપ્પેની PSG ક્લબ 50 અબજની કમાણી કરી સૌથી ધનવાન ક્બલ બની

Published: Nov 07, 2019, 19:20 IST | Mumbai

PSGએ બુધવારે જણાવ્યું કે, તેને ગત વર્ષની સરખામણીમાં 17.7% વધારે કમાણી કરી છે. ક્લબે 2017-18માં અંદાજે 42.5 અબજ રૂપિયા(541.7 મિલીયન યૂરો) કમાણી કરી હતી.

નેયમાર અને એમ્બાપ્પે ફુટબોલ ખેલાડી
નેયમાર અને એમ્બાપ્પે ફુટબોલ ખેલાડી

પેરિસ સેન્ટ-જર્મેન(PSG)2018-19માં રેકોર્ડ 50 અબજ રૂપિયા(637.8 મિલીયન યૂરો) કમાણી કરનારો અત્યાર સુધીનો સૌથી અમીર ફુટબોલ ક્લબ બની ગયો છે. PSGએ બુધવારે જણાવ્યું કે, તેને ગત વર્ષની સરખામણીમાં 17.7% વધારે કમાણી કરી છે. ક્લબે 2017-18માં અંદાજે 42.5 અબજ રૂપિયા(541.7 મિલીયન યૂરો) કમાણી કરી હતી. PSGએ એમ્બાપ્પે અને નેમાર જેવા સ્ટાર ફુટબોલર રમે છે.PSG2017માં અંદાજે 31.4 અબજ રૂપિયા(400 મિલિયન યૂરો)ખર્ચીને બ્રાઝિલના નેમાર અને ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેને ખરીદ્યું હતું.


બાર્સિલોનાને 78.5 અબજ રૂપિયાની કમાણીના અંદાજ
ગત વર્ષે બાર્સિલોના અને રિયાલ મૈડ્રિડ સૌથી વધારે કમાવનારા ક્લબમાંથી એક છે. આ વખતે બાર્સિલોનાને રેકોર્ડ 78.5 અબજ રૂપિયાની કમાણીનો અંદાજ છે. સાથે જ રિયાલ મૈડ્રિડને 2018-19માં 59.5 અબજ રૂપિયા મહેસૂલ મળી શકે છે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

PSG ચેમ્પિયન્સ લીગના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં
PSGએ બુધવારે ક્લબ બ્રુગેને 1-0થી હરાવીને સતત આઠમી વખત ચેમ્પિયન્સ લીગના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ડાયરેક્ટર લિયોનાર્ડોએ રિયાલ મૈડ્રિડના કોચ જિનેડિન જિદાનના એ નિવેદનને ફગાવ્યું હતું, જેમાં જિદાને કહ્યું હતું કે, એમ્બાપ્પેમાં રમવા માંગીએ છીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK