ન્યુઝીલેન્ડ સામે બીજી ટેસ્ટના પહેલા દિવસે સ્ટીવ સ્મિથનો દબદબો રહ્યો

Updated: Dec 27, 2019, 15:40 IST | Melbourne

ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસે સ્ટીવ સ્મિથનો દબદબો રહ્યો હતો. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૯૦ ઓવરમાં તેમણે ચાર વિકેટે ૨૫૭ રન કર્યા છે.

સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથ

ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસે સ્ટીવ સ્મિથનો દબદબો રહ્યો હતો. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૯૦ ઓવરમાં તેમણે ચાર વિકેટે ૨૫૭ રન કર્યા છે. પહેલી ઓવરના ચોથા બૉલમાં જો બર્ન્સ ઝીરોમાં ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ડેવિડ વૉર્નર અને માર્નસ લેબુચેગ્નેએ પારી સંભાળી હતી. વૉર્નર ૪૧ રન બનાવીને નેલ વેગ્નરનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ લેબુચેગ્ને ૬૩ રન બનાવીને કોલિન ડી ગ્રૅન્ડહોમનો શિકાર બન્યો હતો. મૅથ્યુ વેડની વિકેટ પણ ગ્રૅન્ડહોમ લઈ ગયો હતો. સ્ટીવ સ્મિથ ૭૭ અને ટ્રેવિસ હેડ ૨૫ રન પર નૉટઆઉટ છે. ટીમ સાઉધી અને મિચેલ સેન્ટનરને એક પણ વિકેટ ન હોતી મળી. આજે સ્મિથની વિકેટ જલદી પાડવામાં ન આવી તો તે ન્યુ ઝીલૅન્ડ માટે ઘાતકી સાબિત થઈ શકે છે. ન્યુ ઝીલૅન્ડના દરેક બોલરને ૬૦ની આસપાસ રન પડ્યા છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

દર્શકોના હુરિયાને કેવી રીતે બ્લૉક કરવા એ મેં શીખી લીધું છે : સ્મિથ
સ્ટીવ સ્મિથનું કહેવું છે કે દર્શકો જ્યારે મારો હુરિયો બોલાવે છે એને બ્લૉક કરતાં મેં શીખી લીધું છે. મેલબર્નમાં બીજી ટેસ્ટના પહેલા દિવસે ન્યુ ઝીલૅન્ડ સામે બૅટિંગ કરવા જતી વખતે દર્શકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. એ વિશે પૂછતાં સ્મિથે કહ્યું હતું કે ‘શું આ થયું હતું? મને એ વિશે ખબર નથી. હું જ્યારે બૅટિંગ કરવા જઈ રહ્યો હોઉં ત્યારે હું કશું સાંભળતો નથી. તેઓ મારાં વખાણ કરતા હોય કે મારી ટીકા કરતા હોય, હું એનું ધ્યાન નથી રાખતો. તેમને બ્લૉક કરતાં મેં શીખી લીધું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK