છુટ્ટી પર હોવાથી ન્યુ ઝીલૅન્ડના હેડ કોચની થઈ આકરી ટીકા

Published: Feb 06, 2020, 14:53 IST | Mumbai Desk

ન્યુ ઝીલૅન્ડ આ સીઝનમાં ઇન્ડિયા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવી ત્રણેય દમદાર ટીમો સામે ટક્કર લેવાની છે.

ઇન્ડિયા-ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચ વખતે ન્યુ ઝીલૅન્ડના હેડ કોચ ગેરી સ્ટેડ પહેલાંથી નક્કી કરાયેલી રજા પર હોવાને લીધે ટીકાના શિકાર બન્યા છે. ઇન્ડિયાએ ટી૨૦માં ન્યુ ઝીલૅન્ડનો વાઇટ વૉશ કર્યો હતો. ગેરીની ગેરહાજરીમાં ન્યુ ઝીલૅન્ડના બોલિંગ કોચ શેન જુર્ગનસેન ટીમને સંભા‍ળી રહ્યા છે. છેલ્લાં દસ વર્ષમાં આ સૌથી મહત્ત્વની સીઝન હોવાથી ગેરીની આલોચના કરાઈ રહી છે કેમ કે ન્યુ ઝીલૅન્ડ આ સીઝનમાં ઇન્ડિયા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવી ત્રણેય દમદાર ટીમો સામે ટક્કર લેવાની છે.

24
ઇન્ડિયન બોલરોએ ગઈ કાલે કુલ ૨૯ એક્સ્ટ્રા રન આપ્યા હતા જેમાં આટલા રન વાઇડ દ્વારા આપવામાં આવ્યા હતા. ઇન્ડિયન બોલરોએ આ પહેલા ૧૯૯૯માં સૌથી વધારે ૩૧ રન વાઇડ દ્વારા આપ્યા હતા.
348
ઇન્ડિયા સામે વન-ડેમાં સફળતાપૂ‍ર્વક ચૅઝ થયેલો આ બીજો હાઇએસ્ટ સ્કોર બન્યો હતો. આ પહેલાં ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયાએ મોહાલીમાં ૩૫૯ રનનો સ્કોર ચૅઝ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK