આજે વિશ્વ ક્રિકેટ એક નવી ચૅમ્પિયન ટીમનો ઉદય થતા જોશે. ઇંગ્લૅન્ડની ટીમ એક આયરિશ ખેલાડીની કૅપ્ટન્સીમાં આત્મવિશ્વાસથી છલોછલ ઊતરશે. ‘બ્લૅક કૅપ્સ’ તરીકે જાણીતી ન્યુ ઝીલૅન્ડ સામે તેઓ ખરાખરીના જંગમાં ઊતરશે. ૧૯૯૯થી વર્લ્ડ ક્રિકેટ ફક્ત બે જ ટીમ (ઑસ્ટ્રેલિયા અને ભારત)ને ચૅમ્પિયન થતી જોતી આવે છે. ૧૯૭૫થી મેન્સ વર્લ્ડ કપ રમાય છે અને પહેલી વખત ઇંગ્લૅન્ડ અથવા ન્યુ ઝીલૅન્ડને ચૅમ્પિયન બનવાનો લહાવો મળશે. ૧૯૬૬નો ફિફા વર્લ્ડ કપ જીત્યા પછી ઇંગ્લૅન્ડની ટીમ ક્યારેય કોઈ ગ્લોબલ ટુર્નામેન્ટ જીતી શકી નથી.
ઇંગ્લૅન્ડ ક્યારેય લિમિટેડ ઓવર ફૉર્મેટમાં આટલું અગ્રેસિવ ક્રિકેટ ક્યારેય નથી રમી જેટલું અત્યારે રમી રહી છે. સ્ટાઇલિશ લીડર કૅન વિલિયમસનની કૅપ્ટન્સી હેઠળ ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ વર્લ્ડ કપની પહેલી મૅચથી સારું પર્ફોર્મ કરી રહ્યા છે. ‘ફેમસ ફાઇવ’ તરીકે જાણીતા જેસન રૉય, જૉની બેરસ્ટો, જો રૂટ, જોસ બટલર અને બેન સ્ટોક્સથી સજ્જ ઇંગ્લૅન્ડની ટીમ ૧૯૭૯ના વર્લ્ડ કપની ફાઇનલમાં રમેલી ટીમ કરતાં ઘણી સારી છે. એ ફાઇનલમાં માઇક બ્રેયરલી અને જ્યોફ બોયકોટે અત્યંત ડિફેન્સિવ બૅટિંગ કરી હતી.
જેસન રૉય ૪૨૬ અને જૉની બેરસ્ટો ૪૯૬ રન સાથે સુપિરિયર ફૉર્મમાં છે અને ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરી તેમનો સેમી ફાઇનલ શો ફાઇનલમાં રિપીટ કરવા તૈયાર છે. ૫૪૯ રન સાથે જો રૂટે મિડલ-ઑર્ડરને સ્ટ્રોન્ગ બનાવ્યો છે, જ્યારે જૉસ બટલર અને બેન સ્ટોક્સ અટૅકિંગ બૅટિંગ કરીને અસંભવ ટાર્ગેટ સંભવ બનાવી શકે છે. ટૉસ જીતીને મૉર્ગન પહેલા બોલિંગ પસંદ કરે તો વાંધો નહીં આવે, કારણ કે જોફ્રા આર્ચર (૧૯ વિકેટ), ક્રિસ વોક્સ (૧૨) અને લિયમ પ્લન્કેટ (૮) શાનદાર બોલિંગ કરી રહ્યા છે.કોઈ ઍવરેજ ભારતીય ખેલાડી કરતાં ઓછા ટ્વિટર ફૉલોઅર્સ ધરાવતો કૅન વિલિયમસન (૫૪૯ રન), રોસ ટેલર (૩૩૫) અને માર્ટિન ગપ્ટિલ (૧૬૭) પર બૅટિંગમાં જ્યારે લૉકી ફર્ગુસન (૧૮ વિકેટ), ટ્રેન્ટ બોલ્ટ (૧૭) અને મેટ હેનરી (૧૩) બ્રિટિશરોને જલદી આઉટ કરવાનું કામ કરશે.
વિરોધ વચ્ચે નાગરિકતા સુધારા બિલ પસાર
10th December, 2019 08:53 ISTનાથુરામ ગોડસે તો દેશભક્ત: લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું
28th November, 2019 12:07 ISTએસ. જયશંકર,જુગલજી ઠાકોર ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર, આજે ભરશે ફોર્મ
25th June, 2019 08:29 ISTલોકસભામાં કોંગ્રેસની માંગ, અભિનંદનની મૂંછોને જાહેર કરો 'રાષ્ટ્રીય મૂંછ'
24th June, 2019 15:56 IST