Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત સામે ટી20 શ્રેણીને લઇને ન્યુઝીલેન્ડે ટી20 ટીમ જાહેર કરી

ભારત સામે ટી20 શ્રેણીને લઇને ન્યુઝીલેન્ડે ટી20 ટીમ જાહેર કરી

30 January, 2019 09:34 PM IST |

ભારત સામે ટી20 શ્રેણીને લઇને ન્યુઝીલેન્ડે ટી20 ટીમ જાહેર કરી

T-20 સિરીઝ માટે ટીમ જાહેર

T-20 સિરીઝ માટે ટીમ જાહેર


 

ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે હાલ પાંચ મેચની વન-ડે શ્રેણી ચાલી રહી છે. જેમાં ભારતે પહેલી ત્રણ મેચ જીતીને શ્રેણી પર 3-0થી કબ્જો કરી લીધો છે. પરંતુ ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી બાદ ત્રણ મેચની ટી20 શ્રેણી પણ રમાશે. જેને પગલે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે 14 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ ટી20 શ્રેણી 6 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે. ન્યૂઝીલેન્ડે બે નવા ખેલાડીઓ ઓલરાઉન્ડર ડેરિલ મિશેલ અને ફાસ્ટ બોલર બ્લેયર ટિકનેરને ટીમમાં સ્થાન આપ્યું છે. કેન વિલિયમસન ટીમનું નેતૃત્વ કરશે.



ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, ડગ બ્રાસવેલને હાલ ઈજાગ્રસ્ત જિમ્મી નિશામના સ્થાને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમની કમાન રોહિતના હાથમાં રહેશે કારણ કે વિરાટને આરામ આપવામાં આવ્યો છે. મિશલ અને ટિકનેરને ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિલ ટી20 લીગ સુપર સ્મૈશમાં સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. ત્રણ મેચોની સિરીઝ દરમિયાન બંન્ને દેશોની મહિલા ટીમોની મેચ પણ રમાશે.


ન્યૂઝીલેન્ડની ટીમ હાલ ભારત સામે વનડે સિરીઝ રમી રહી છે. જોકે કિવીની ટીમના બેટ્સમેનોના હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. તેના બોલરોએ વનડે સિરીઝમાં ખરાબ પ્રદર્શન કર્યું નથી, પરંતુ તે ટીમ ઈન્ડિયા પર દબાવ બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

ન્યૂઝીલેન્ડ ટીમઃ
કેન વિલિયમસન (સુકાની), ડગ બ્રાસવેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમે, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, સ્કાટ કે, ડેરિલ મિશેલ, કોલિન મુનરો, મિશેલ સેન્ટનર, ટિમ સેઇફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉદી, રોસ ટેલર, બ્લેયર ટિકનેર.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2019 09:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK