World cup: રોળાયુ ટીમ ઈન્ડિયાનું સપનું, જાડેજા અને ધોનીની લડાયક ઈનિંગ

Jul 10, 2019, 19:29 IST

ભારતીય ટીમ ન્યુ ઝીલેન્ડ સામે હારતા ફાઈનલનું સપનું રોળાયું છે. શરૂઆતી ઓવરમાં 4 વિકેટ ગુમાવતા ભારતીય ઈનિંગ લડખડાઈ હતી

World cup: રોળાયુ ટીમ ઈન્ડિયાનું સપનું, જાડેજા અને ધોનીની લડાયક ઈનિંગ

ભારતીય ટીમ ન્યુ ઝીલેન્ડ સામે હારતા ફાઈનલનું સપનું રોળાયું છે. શરૂઆતી ઓવરમાં 4 વિકેટ ગુમાવતા ભારતીય ઈનિંગ લડખડાઈ હતી જો કે, રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી જો કે, મેચના ખરા હિરો રહ્યા હતા રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોની. જાડેજા અને ધોનીએ અંત સુધી ભારતની જીતની આશા જીવંત રાખી હતી જો કે, 47મી ઓવરમાં જાડેજા અને ધોનીની વિકેટ 48 ઓવરમાં જતા ભારતીય ટીમનું ફાઈનલમાં પહોચવાનું સપનું રોળાયું છે.

240 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ઈનિગની શરુઆત નબળી રહી હતી. ભારતીય ટીમે માત્ર 24 રનના સામાન્ય સ્કોર પર 4 વિકેટ ગુમાવી હતી જેના કારણે ભારતીય ટીમ પ્રેશરમાં આવી હતી. રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ ઈનિંગને સંભાળવા પ્રયત્ન કર્યો હતો જો કે, રિષભ અને હાર્દિક મેચને દૂર સુધી લઈ જઈ શક્યા હતા નહી રિષભ-હાર્દિકે અનુક્રમે 32 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમ ભલે મેચ હારી પરંતુ આ મેચના હિરો રહ્યા હતા રવિન્દ્ર જાડેજા અને ધોની. જાડેજા અને ધોનીએ ભારતીય ટીમને જીતની નજીક પહોચાડી હતી જો કે અંતમાં જાડેજા કેચ આઉટ અને ધોની રન આઉટ થતા ભારતીય ટીમની આશા પર પાણી ફરી વળ્યા હતા.

ભારતીય ટીમ માટે આ વર્લ્ડ કપ ઘણો મહત્વનો રહ્યો હતો. સેમી ફાઈનલ પહેલા ભારતીય ટીમે માત્ર 1 જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુ ઝીલેન્ડ સામેની મેચમાં વર્લ્ડ કપમાં પહેલી વાર ભારતીય ટીમનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા, લોકેશ રાહુલ અને વિરાટ કોહલીએ માત્ર 1-1 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને ધોનીએ ઈનિંગ સંભાળતા શતકીય ભાગીદારી કરી હતી. રવિન્દ્ર જાડેજાએ 59 બોલમાં 77 રનની જ્યારે ધોનીએ 72 બોલમાં 50 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો: IND Vs NZ: મેચમાં ભારતની સ્થિતિ નબળી, પણ ફેન્સે આ રીતે લીધી મજા !

ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં પહેલી વાર ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 221 રન બનાવતા 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK