ઇંગ્લૅન્ડને પરાસ્ત કરી કિવી ટી20 સિરીઝમાં ૨-૧થી આગળ

Published: Nov 06, 2019, 12:40 IST | Mumbai

વર્લ્ડ કપ 2019 ની ફાઇનલિસ્ટ ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મૅચમાં ઇંગ્લૅન્ડને હરાવી ન્યુ ઝીલૅન્ડે સિરીઝમાં ૨-૧ની લીડ લીધી છે. ટોસ જીતીને કિવીઓએ પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો અને વીસ ઓવરમાં સાત વિકેટે 180 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડ ત્રીજી ટી20માં 14 રને જીતી
ન્યુઝીલેન્ડ ત્રીજી ટી20માં 14 રને જીતી

(મિડ-ડે પ્રતિનિધિ) વર્લ્ડ કપ 2019 ની ફાઇનલિસ્ટ ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મૅચમાં ઇંગ્લૅન્ડને હરાવી ન્યુ ઝીલૅન્ડે સિરીઝમાં ૨-૧ની લીડ લીધી છે. ટોસ જીતીને કિવીઓએ પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો અને વીસ ઓવરમાં સાત વિકેટે 180 રન બનાવ્યા હતા. કોલિન ડી ગ્રૅન્ડહોમે ૫૫ રનની ઇનિંગ રમી હતી જેના માટે તે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. પહેલી વિકેટ માટે 40 રનની ભાગીદારી બન્યા બાદ ચોથી વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ બની હતી.

ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 166 રન જ કરી શકી
જોકે ઇંગ્લૅન્ડની ટીમે પણ સારી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ધીમા રનરેટના કારણે તેઓ 20 ઓવરમાં સાત વિકેટે માત્ર 166 રન બનાવી શક્યા હતા. ડેવિડ મિલાન ૫૫ રન બનાવીને પૅવિલિયન ભેગો થયો હતો, જ્યારે જેમ્સ વિન્સ એક રનથી હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

ચોથી ટી20 મેચ 8મી નવેમ્બરે રમાશે
બન્ને ટીમો વચ્ચે ચોથી ટી૨૦ મૅચ આઠમી નવેમ્બરે નેપિયરમાં રમાશે જેમાં ૨-૨ની બરાબરી કરવા ઇંગ્લૅન્ડની ટીમ સખત પ્રયત્ન કરશે. તેમ છતાં, સિરીઝ કોના નામે થાય છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK