IPLને લઈને મોટી જાહેરાત, આ નિયમ હેઠળ 15 ખેલાડી કરી શકશે બૉલિંગ અને બૅટિંગ

Published: 4th November, 2019 20:30 IST | Mumbai Desk

બીસીસીઆઈ આઇપીએલને વધારે રસપ્રદ બનાવવા પર વિચારી કરી રહી છે. આશા છે કે આગામી આઈપીએલમાં કેટલાક નવા નિયમો દર્શકોને જોવા મળે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ એટલે કે બીસીસીઆઈ દ્વારા શરૂ કરાવામાં આવેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લોકપ્રિયતા કોઈનાથી છૂપાયેલી નથી. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટના 12 સીઝન સફળતા સાથે પૂરા થઈ ગયા છે. દરવર્ષે આ ટૂર્નામેન્ટ વધારે વિશાળ થતી જાય છે. એવામાં હવે બીસીસીઆઈ આઇપીએલને વધારે રસપ્રદ બનાવવા પર વિચારી કરી રહી છે. આશા છે કે આગામી આઈપીએલમાં કેટલાક નવા નિયમો દર્શકોને જોવા મળે.

બીસીસીઆઈ આઇપીએલમાં પૉવર પ્લેયરનું કૉન્સેપ્ટ લાગૂ પાડવાનું મન બનાવી ચૂકી છે. આ નિયમ હેઠળ 15 ખેલાડીઓની એક ટીમની પસંદગી કરવામાં આવશે, જેમાં જરૂર પડવા પર 11 ખેલાડીઓ સિવાય અન્ય ચાર ખેલાડીઓને પણ પ્લેઇંગ ઇલેવનનો ભાગ સમજવામાં આવશે. જરૂર પ્રમાણે કોઈ પણ ખેલાડી બૉલિંગ કે બેટિંગ કરવા મેદાનમાં ઉતરી શકે છે, શરત એ છે કે તે ખેલાડી પ્લેઇંગ ફિફ્ટીનો ભાગ હોવો જોઇએ.

વિશ્વની સૌથી અમીર ટી-20 ક્રિકેટ લીગમાં વિકેટ પડ્યા પછી એક સબસ્ટિટ્યૂટ બેટ્સમેનને ટીમ મેદાનમાં ઉતારી શકે છે. આ સિવાય ઓવર પૂરી થયા પછી કોઈપણ બૉલર પાસેથી ઓવર કરાવી શકે છે. ભલે તે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હોય કે ન હોય. આ વાતને લઈને બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે આ કૉન્સેપ્ટ પહેલા સ્વીકૃત થઈ ગયો છે.

શું કહે છે અધિકારીઓ
ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાત કરતાં બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ કૉન્સેપ્ટની પરવાનગી મળી ગઈ છે, પણ અમે આ વિશે મંગળવારે બીસીસીઆઈના હેડક્વૉટરમાં થતી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરશે. અધિકારીએ જણાવ્યું કે આ નિયમ પહેલા સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં લાગૂ પાડવામાં આવી શકે છે.

અધિકારીનું કહેવું છે, "અમે એક એવા સિનારિયોને જોઈ રહ્યા છીએ, જેમાં તે ખેલાડી પણ રમી શકે છે જે પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી. ટીમ પોતાના 15 સભ્યોની ટીમની જાહેરાત કરશે. તેમાં જ બાકીના ચાર ખેલાડી મેચના કોઈપણ સમયે આવીને પોતાની બેટિંગ કે બૉલિંગથી મેચ બદલાવી શકે છે. આ નિયમને આઈપીએલ પહેલા અમે મુશ્તાર અલીની ટ્રૉફીમાં લાગૂ પાડીને જોવા માગશું. જો સફળતા મળશે તો આગળ જશે."

આવો છે નિયમ
આ નવા નિયમ વિશે વિસ્તારથી જણાવતાં કહ્યું કે બન્ને ટીમની સાથે-સાથે ચાહકો માટે નિયમ રસપ્રદ હશે, કારણ કે જે બેન્ચ પર બેઠા છે તે કંઇ પણ કરી શકે છે. એકલો ખેલાડી મેચમાં પરિવર્તન લાવી શકે છે. અધિકારીએ જણાવ્યું કે, "વિચારો કે છેલ્લી એક ઓવરમાં 20 રનની જરૂર છે અને તમારી પાસે 15 સભ્યોની ટીમમાં આન્દ્રે રસેલ જે સંપૂર્ણપણે ફિટ નથી અને પ્લેઇંગ ઇલેવનનો ભાગ પણ નથી. એવામાં હવે તે બૅટિંગ કરવા મેદાનમાં ઉતરી શકે છે અને તમને તરત જ બૅટિંગ કરીને મેચ જીતાડી શકે છે."

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

"એકદમ આવું જ બૉલર્સ સાથે પણ થઈ શકે છે. તમને છેલ્લી ઓવરમાં 6 રન બચાવવાના છે અને તમારી ટીમનો ભાગ જસપ્રીત બુમરાહ નથી તો પણ તમે તેની પાસેથી છેલ્લી ઓવરમાં બૉલિંગ કરાવી શકો છો. આ નિયમ ગેમને સંપૂર્ણ રીતે પલટાવી શકે છે, જે લોકો પસંદ આવી શકે છે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK