ત્રીજી ટેસ્ટ દરમ્યાન અંગૂઠામાં ઈજા થતાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ચોથી ટેસ્ટમાંથી આઉટ થઈ ગયો છે અને કદાચ ઇંગ્લૅન્ડ સામેની બે ટેસ્ટમાં તે નહીં રમી શકે. ઇન્જરી છતાં જાડેજા ચોથી ઇનિંગ્સમાં જરૂર પડે તો બૅટિંગ કરવા તૈયાર હતો, પણ અશ્વિન-વિહારીએ એની વેળા નહોતી આવવા દીધી. જાડેજાઅે ઑસ્ટ્રેલિયામાં જ સર્જરી કરાવી લીધી છે અને ત્યાર બાદ એક ફોટો શૅર કરીને એ વિશે માહિતી આપી હતી. જાડેજાએ ટ્વીટ કર્યું હતું કે ‘થોડા સમય માટે હું મેદાનમાંથી બહાર થઈ ગયો છું. સર્જરી થઈ ગઈ છે, પણ ખૂબ જલદી હું ધમાકેદાર કમબૅક કરીશ.’
વન-ડે સિરીઝમાં પણ માથામાં બૉલ વાગતાં જાડેજા બાકીની વન-ડે અને પ્રથમ ટેસ્ટ નહોતો રમી શક્યો.
ઇંગ્લૅન્ડ સામેની બે ટેસ્ટ મૅચમાંથી આઉટ થયો જાડેજા
11th January, 2021 12:49 ISTભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ સ્ટોક્સ સાથે કરી સર જાડેજાની સરખામણી
1st January, 2021 12:25 ISTપ્રૅક્ટિસ-સેશને આપ્યો અણસાર, ગિલ-જાડેજા ઊતરશે મેદાનમાં
24th December, 2020 14:22 ISTબીજી ટેસ્ટમાં વધુ એક બદલાવની શક્યતા, જો જાડેજા ફિટ હશે તો વિહારીનું કપાશે પત્તું
22nd December, 2020 14:53 IST