રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું કહેવું છે કે ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્તમાન ક્રિકેટનો સૌથી હોશિયાર ફાસ્ટ બોલર છે. અખ્તરના મતે બુમરાહે એ કળામાં મહારત હાંસલ કરી લીધી છે જે ક્યારેક પાકિસ્તાન પાસે હતી.
આ વિશે વિગતવાર વાત કરતાં શોએબ અખ્તરે કહ્યું કે ‘તે ભારતનો કદાચ પહેલો એવો બોલર છે જે પિચ પર ઘાસ જોતાં પહેલાં એ જુએ છે કે હવા કઈ દિશામાંથી આવી રહી છે. આ કળા પહેલાં પાકિસ્તાનના બોલરો પાસે હતી. અમે જાણતા હતા કે હવાનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. હું, વસીમભાઈ અને વકારભાઈ હવાની ગતિ જોઈને નક્કી કરતા હતા કે ક્યાંથી બોલિંગ કરવાથી બૉલ રિવર્સ સ્વિંગ થશે. અમે ફાસ્ટ બોલિંગના મેકૅનિક અને ઍરો ડાયનૅમિક્સ જાણતા હતા. અમે જાણતા હતા કે કયા દિવસે, ક્યાંથી, કેટલી સ્વિંગ મળશે. મને લાગે છે કે બુમરાહ પણ આ બધી વાતો જાણે છે. મારા મતે મોહમ્મદ આમિર બાદ સૌથી સારી બોલિંગ બુમરાહ કરે છે. માત્ર પાંચ સેકન્ડના રનઅપમાં તે બૅટ્સમૅનને અંદરથી ડરાવી દે છે.’
બુમરાહની ફિટનેસ વિશે સસ્પેન્સ
15th January, 2021 08:13 ISTInd vs Aus: ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, બ્રિસબેન ટેસ્ટ પહેલા 4 ઝડપી બોલર્સ બહાર
12th January, 2021 15:01 ISTજસપ્રિત બુમરાહને મળ્યું ગાર્ડ ઓફ ઓનર
11th December, 2020 19:39 ISTસ્મિથ કહે છે કે ઈશાન્ત વગરની ઇન્ડિયા કમજોર, પણ બુમરાહથી રહેવું પડશે સાવધ
11th December, 2020 15:09 IST