આઇપીએલની કોઈ એક ટીમમાં સેટ ન થઈ શકવાનો યુવરાજને છે વસવસો

Published: Jul 10, 2019, 12:45 IST | કલકત્તા

ભારતની બે વર્લ્ડ કપ જીતમાં મહત્વનું કોન્ટ્રિબ્યુશન આપનારા ભારતના ભૂતપૂર્વ અટૅકિંગ બૅટ્સમૅન યુવરાજ સિંહને એક વસવસો છે.

યુવરાજ સિંહ
યુવરાજ સિંહ

ભારતની બે વર્લ્ડ કપ જીતમાં મહત્વનું કોન્ટ્રિબ્યુશન આપનારા ભારતના ભૂતપૂર્વ અટૅકિંગ બૅટ્સમૅન યુવરાજ સિંહને એક વસવસો છે. તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોઈ એક ટીમ સાથે સેટ ન થઈ શકવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. કૅન્સર જેવી જીવલેણ બીમારી સામે જીત મેળવનાર આ ઑલરાઉન્ડર ૬ અલગ ફ્રૅન્ચાઇઝી વતી આઇપીએલમાં રમ્યો હતો અને બે ચૅમ્પિયન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (૨૦૧૬) અને મુંબઈ ઇન્ડિયન્સ (૨૦૧૯)નો મેમ્બર રહ્યો હતો.

આ પણ વાંચો : પ્લેઇંગ ઇલેવનમાં શમીને ન લેતાં ટીમ મૅનેજમેન્ટની થઈ ટીકા

ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સની ૯૧મી એજીએમમાં લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મેળવ્યા પછી યુવરાજે મીડિયાને કહ્યું, ‘હું વર્ણવી શકું એમ નથી, પણ હું એકેય આઇપીએલ ટીમમાં સેટ ન થઈ શક્યો. મેં ઑલમોસ્ટ કલકત્તા નાઇટ રાઇડર્સ જૉઇન કરી હતી. જોકે છેલ્લી ઘડીએ ઑક્શનમાં હું બૅન્ગલોરમાં જતો રહ્યો. કદાચ મારી બેસ્ટ આઇપીએલ સીઝન બૅન્ગલોર સાથે હતી. જોકે હું આમાં કોઈ ફરિયાદ કરી શકું એમ નથી. બન્ને ચૅમ્પિયન ટીમનો મેમ્બર રહ્યાનો અનુભવ ગ્રેટ હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK