Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામે ડિલિટ કરતા નતાશા સ્ટેનકોવિક નારાજ

હાર્દિક સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામે ડિલિટ કરતા નતાશા સ્ટેનકોવિક નારાજ

19 August, 2020 03:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હાર્દિક સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામે ડિલિટ કરતા નતાશા સ્ટેનકોવિક નારાજ

નતાશા સ્ટેનકોવિક, હાર્દિક પંડ્યા

નતાશા સ્ટેનકોવિક, હાર્દિક પંડ્યા


હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક ( Natasha Stankovic) હંમેશા ચર્ચામાં રહે છે. 30 જુલાઈએ જ તેમના ઘરે દિકરો જન્મયો છે. IPL 2020 માટે રવાના થયેલા હાર્દિક પંડ્યાને યાદ કરતા નતાશાએ એક રોમેન્ટિક ફોટો શૅર કર્યો હતો.

જોકે આ ફોટો ઈન્સ્ટાગ્રામે (Instagram) ડિલિટ કરતા તેણે નારાજગી વ્યક્ત કરી છે. ઈન્સ્ટાગ્રામે કમ્યુનિટી ગાઈડલાઈન્સનો ઉલ્લંઘન કરવાનું કારણ આગળ ધરતા તેનો સ્ક્રીનશોટ પાડીને નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂક્યો છે.



Insta Story


જેમાં લખ્યું છે કે, તમારી પોસ્ટ અમારી કમ્યુનિટી ગાઈડલાઈન્સની વિરુદ્ધ છે. અમે આ ગાઈડલાઈન્સ અમારી કમ્યુનિટીને સપોર્ટ કરવા અને સુરક્ષિત રાખવા માટે બનાવી છે. આ પોસ્ટ ખોટી અને નુકસાનકારક હોવાથી અમે તેને ડિલિટ કરી છે.

ફોટો ડિલિટ થતા નતાશા ખૂબ જ નારાજ હતી. તેણે રિપ્લાય આપ્યો કે “Seriously @instagram?” જોકે આ ડિલિટ થયેલો ફોટો તેણે ફરી ઈન્સ્ટાગ્રામ ઉપર મૂકતા તે હજી ડિલિટ થયો નથી.


 
 
 
View this post on Instagram

❤️ #alreadymissyou ?? @hardikpandya93

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) onAug 17, 2020 at 6:31am PDT

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક જ્યારથી માતા-પિતા બન્યાં છે ત્યારથી સોશ્યલ મીડિયા પર સતત તેમની અને બાળક સાથેની તસવીરો પોસ્ટ કરતાં હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2020 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK