પાકિસ્તાનની અંડર ૧૯ વર્લ્ડ કપની ટીમમાં રમશે નસીમ શાહ

Published: Dec 05, 2019, 13:27 IST | Mumbai

અંડર ૧૯ વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન બે વાર વિજેતા રહ્યું છે. આ વખતે એ પોતાની ટુર્નામેન્ટની શરૂઆત ૨૦ જાન્યુઆરીએ સ્કોટલૅન્ડ સામે રમીને કરશે.

નસીમ શાહ
નસીમ શાહ

ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનની ટીમ વતી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર નસીમ શાહ હવે પાકિસ્તાનની અંડર ૧૯ ટીમમાં રમશે. જાન્યુઆરી ૧૭થી ફેબ્રુઆરી ૯ દરમ્યાન રમાનારા અંડર ૧૯ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ માટે નસીમ એક મહત્ત્વનો પ્લેયર સાબિત થઈ શકે એમ છે. આ સંદર્ભે વાત કરતાં પાકિસ્તાન અંડર ૧૯ ટીમના હેડ કોચ ઇજાઝ અહમદે કહ્યું છે કે ‘વર્લ્ડ કપ માટે નસીમ અમારું મુખ્ય હથિયાર છે. તેને હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટનો અનુભવ થઈ ચૂક્યો છે એટલે શ્રીલંકા સામે ઘરઆંગણે થનારી ટેસ્ટ સિરીઝમાં પણ અમે તેનો સારો ઉપયોગ કરી શકશું. અમારો મૂળ આધાર સ્પિનરો પર રહેશે. જોકે ટીમ પાસે મોહમ્મદ અબ્બાસ, શાહીન આફ્રિદી જેવા ફાસ્ટ બોલરો પણ છે. મારા ખ્યાલથી શાહ જેવા પ્લેયરને ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ જેવી કન્ડિશનમાં રમાડવો વધારે યોગ્ય રહેશે. સાઉથ આફ્રિકામાં થનારી આ ઇવેન્ટ ઘણી મહત્ત્વની છે અને નસીમને એ ઇવેન્ટ માટે ફ્રી કરવામાં આવે એ વિશે હું મિસબાહ-ઉલ-હક સાથે વાત પણ કરીશ.’
અંડર ૧૯ વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન બે વાર વિજેતા રહ્યું છે. આ વખતે એ પોતાની ટુર્નામેન્ટની શરૂઆત ૨૦ જાન્યુઆરીએ સ્કોટલૅન્ડ સામે રમીને કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK