સ્પેનનો ડેવિડ ફેરર અને અમેરિકાનો ઍન્ડી રૉડિક ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા હતા. ગઈ કાલે રમાયેલી પ્રી-ક્વૉર્ટર્સમાં ફેરરે તેના જ દેશના જુઆન કાલોર્સ ફેરેરોને ૧-૬, ૭-૫ અને ૬-૨થી હરાવ્યો હતો. ફેરર પહેલો સેટ આસાનીથી હારીને બીજા સેટમાં હારની નજીક પહોંચી ગયો હતો, પણ તેણે ત્રણ મૅચ-પૉઇન્ટ બચાવીને જોરદાર કમબૅક કર્યું હતું અને ત્રીજા સેટમાં ફેરેરોની ઇન્જરીનો લાભ ઉઠાવીને સેટ ૬-૧થી જીતીને મૅચ જીતી લીધી હતી. આ જીત સાથે ફેરરે વર્ષના અંતે ટૉપના આઠ ખેલાડીઓ વચ્ચે રમાતી એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલ માટે પણ ક્વૉલિફાઇડ કરી લીધું છે. બીજી તરફ રૉડિકે સ્પેનના નિકોલસ ઍલમાગ્રોને સીધા સેટમાં ૬-૩ અને ૬-૪થી હરાવ્યો હતો.
મેડવેડેવને ઑસ્ટ્રેલિયન ઓપનમાં હરાવીને જોકોવિચે કરી જીતની હૅટટ્રિક
22nd February, 2021 15:16 ISTબીજી વાર ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન બની ઓસાકા
21st February, 2021 12:25 ISTઑસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૧: આજે મહિલા ફાઇનલમાં ઓસાકા v/s બ્રાડી
20th February, 2021 14:57 ISTમહિલા ડબલ્સમાં એલીસ-આર્યાના ચૅમ્પિયન
20th February, 2021 14:55 IST