મેદાન બહાર મારા અને ધવનના સંબંધ ઘણા સારા છે : રોહિત

Published: Jun 07, 2020, 20:08 IST | Agencies | Mumbai Desk

અમે બન્ને જ્યારે ઇન્ડિયા-એ ટૂર માટે રમતા હતા ત્યારે અમે રૂમ સાથે શેર કરતા હતા માટે અમારી પાસે ઘણા એવા સારા જૂના કિસ્સાઓ પણ છે. વ્યક્તિ તરીકે અમે બન્ને એકબીજાને ઑન ફીલ્ડ મદદ પણ કરીએ છીએ.

ધવન, રોહિત
ધવન, રોહિત

ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર રોહિત શર્માનું કહેવું છે કે મેદાન બહાર તેના અને શિખર ધવન વચ્ચેના સંબંધ ઘણા સારા છે જેને લીધે તેમના પર્ફોર્મન્સ પર સારી એવી અસર પણ જોવા મળે છે. ૨૦૧૩માં જ્યારે ભારતે આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી હતી ત્યારે આ બન્ને પ્લેયરોની ઓપનિંગ જોડીએ અનેક રેકૉર્ડ બનાવ્યા હતા. સચિન અને ગાંગુલી બાદ રોહિત અને ધવનની ઓપનિંગ જોડીને સૌથી સફળ જોડી માનવામાં આવે છે. આ વિશે વાત કરતાં રોહિતે કહ્યું કે ‘મેદાનમાં હોવા ઉપરાંત મેદાનની બહાર પણ અમે સારા એવા સંબંધ ધરાવીએ છીએ. અમે બન્ને એકબીજાની કમ્ફર્ટ અને ડિસકમ્ફર્ટ જાણીએ છીએ અને મારા ખ્યાલથી એ જ સૌથી અગત્યની વાત છે. અમે બન્ને જ્યારે ઇન્ડિયા-એ ટૂર માટે રમતા હતા ત્યારે અમે રૂમ સાથે શેર કરતા હતા માટે અમારી પાસે ઘણા એવા સારા જૂના કિસ્સાઓ પણ છે. વ્યક્તિ તરીકે અમે બન્ને એકબીજાને ઑન ફીલ્ડ મદદ પણ કરીએ છીએ.’

આ વાત પર શિખર ધવને કહ્યું કે ‘૨૦૧૩ની ચૅમ્પિયન્સ ટ્રોફી રમ્યા બાદ અમારી વચ્ચેના સંબંધો અને મિત્રતા વધારે ગાઢ થઈ હતી. જોકે અમારી મિત્રતા અન્ડર ૧૯ના દિવસોથી ચાલતી આવી છે. અમારી પાર્ટનરશિપ વખતે અમે એકબીજાને સમજીએ છીએ અને અમારા માટે આ એક સારી જર્ની રહી છે. આશા રાખું છું કે આવનારાં હજી કેટલાંક વર્ષ અમે સાથે રમી શકીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK