મારી નજર વિમેન્સ વર્લ્ડ કપ ટ્રોફી પર છે : મિતાલી રાજ

Published: 9th August, 2020 16:41 IST | Agencies | New Delhi

મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર પ્લેયર મિતાલી રાજનું કહેવું છે કે તેની નજર હવે વિમેન્સ વર્લ્ડ કપ ટ્રોફી પર છે.

મિતાલી રાજ
મિતાલી રાજ

મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર પ્લેયર મિતાલી રાજનું કહેવું છે કે તેની નજર હવે વિમેન્સ વર્લ્ડ કપ ટ્રોફી પર છે. શુક્રવારે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે ૨૦૨૧માં ન્યુ ઝીલૅન્ડમાં રમાનારા મહિલા વર્લ્ડ કપને ૨૦૨૨માં યોજવાનું નક્કી કર્યું છે. ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલી લિસા સથાલેકરે કહ્યું કે ‘એક સારી તૈયારી કરવા માટે આ એક સારો સમય છે. મને લાગે છે કે જે દેશમાં ક્રિકેટની કમી છે તેઓ આ સમયમાં સારી એવી તૈયારી કરી શકશે. આશા કરું છું કે જે પ્લેયરો પોતાના રિટાયરમેન્ટ વિશે વિચારી રહ્યા હતા તેઓ આ વર્લ્ડ કપ માટે એક વર્ષ વધારે ક્રિકેટ રમી શકશે. મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી અને રિચેલ હાઇનેસ બરાબર કહ્યુંને?’

લિસાની આ વાત પર પોતાનો પ્રતિસાદ આપતાં મિતાલી રાજે કહ્યું કે ‘હા, સાચું કહ્યું. મારી નજર વર્લ્ડ કપ ટ્રોફી પર છે. હાલમાં હવે મારું મગજ અને બૉડી પહેલાં કરતાં વધારે સ્ટ્રૉન્ગ અને ફ્રેશ છે. ૨૦૨૨ના વર્લ્ડ કપ માટે હું રાહ જોઈશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK