Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૉબી ડાર્લિંગ સાથે મારા કોઈ સંબંધો નથી : મુનાફ

બૉબી ડાર્લિંગ સાથે મારા કોઈ સંબંધો નથી : મુનાફ

03 October, 2011 07:40 PM IST |

બૉબી ડાર્લિંગ સાથે મારા કોઈ સંબંધો નથી : મુનાફ

બૉબી ડાર્લિંગ સાથે મારા કોઈ સંબંધો નથી : મુનાફ


 

બૉબી ડાર્લિંગે મુનાફ સાથે પોતાને બહુ સારી ફ્રેન્ડશિપ હોવાનું એક ઇન્ટરવ્યુમાં કહ્યું એને પગલે મુનાફે તેના વિશે આકરા પ્રત્યાઘાતો આપ્યા છે. મુનાફ ઈજાની સારવાર માટે વિદેશ ગયો છે અને ત્યાંથી તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અલ્લાનું નામ લઈને કહું છું કે બૉબી ડાર્લિંગ સાથે મારી કોઈ રિલેશનશિપ નથી. હું તેને ઓળખતો જ નથી.

માત્ર એક પાર્ટીમાં તેને જોયા સિવાય મને તેના વિશે કંઈ ખબર પણ નથી. તેની સાથે મારું નામ જોડવામાં આવતાં મારી પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું છે. લોકો મારા પર હસે છે. મારી વફાદારી પર મારી પત્નીને પૂરો ભરોસો છે અને મારા વિશે જે કહેવામાં આવ્યું છે એ મારી પત્નીને પણ નથી ગમ્યું. બૉબી પુરુષ હોય કે સ્ત્રી, જે કંઈ હોય પણ તેને હું નહીં છોડું. તેણે મારી સાથે સંબંધો હોવાનું જો ખરેખર કહ્યું હશે તો હું તેને કોર્ટમાં લઈ જઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2011 07:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK