રણજીમાં મુંબઈના સરફરાઝે ફટકારી ટ્રિપલ સેન્ચુરી

Published: 23rd January, 2020 13:24 IST | Mumbai

રણજી ટ્રોફીમાં મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલી ચાર દિવસીય મૅચનું પરિણામ ડ્રૉમાં પરિણમ્યું હતું, પરંતુ સરફરાઝ ખાનની વાહવાહ થઈ રહી છે.

ટ્રિપલ સેન્ચુરી સેલિબ્રેટ કરતો સરફરાઝ ખાન.
ટ્રિપલ સેન્ચુરી સેલિબ્રેટ કરતો સરફરાઝ ખાન.

રણજી ટ્રોફીમાં મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલી ચાર દિવસીય મૅચનું પરિણામ ડ્રૉમાં પરિણમ્યું હતું, પરંતુ સરફરાઝ ખાનની વાહવાહ થઈ રહી છે. ગ્રુપ-બીમાં રમાયેલી આ મૅચમાં ઉત્તર પ્રદેશે પહેલાં ટૉસ જીતીને બૅટિંગ કરી હતી. તેમણે આઠ વિકેટે ૬૨૫ રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી, જ્યારે મુંબઈની ટીમે પહેલી ઇનિંગમાં ૭ વિકેટે ૬૮૮ રન બનાવ્યા હતા. ઉત્તર પ્રદેશની ટીમના આકાશદીપ નાથે ૧૧૫ રન જ્યારે ઉપેન્દ્ર યાદવે નૉટઆઉટ ૨૦૩ રન બનાવ્યા હતા. સામા પક્ષે મુંબઈની ટીમના સરફરાઝ ખાન પહેલી ઇનિંગમાં બધા પર ભારે પડતાં નૉટઆઉટ ૩૦૧ રનની પારી રમ્યો હતો. સિદ્ધેશ લાડ (૯૮) અને આદિત્ય તરે (૯૭) પોતપોતાની સેન્ચુરીથી અનુક્રમે બે અને ત્રણ રનથી ચૂકી ગયા હતા અને આ બન્ને પ્લેયરો મોહમ્મદ કૈફના શિકાર બન્યા હતા. સરફરાઝ ખાનને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK