બે સદી પછીયે મુંબઈએ થવું પડ્યું ફૉલો-ઑન

Published: 9th December, 2011 08:12 IST

રાજકોટ : ચાર દિવસની રણજી મૅચમાં ગઈ કાલે ત્રીજા દિવસે સૌરાષ્ટ્રના ૯ વિકેટે ૫૮૦ ડિક્ર્લેડ સામે મુંબઈ પ્રથમ દાવમાં ૩૮૦ રનમાં ઑલઆઉટ થઈ જતાં ફૉલો-ઑન થયું હતું અને બીજા દાવમાં એના વિના વિકેટે ૩ રન હતા.

 

ફર્સ્ટ ઇનિંગ્સમાં સૂર્યકુમાર યાદવ (૧૧૧) અને હિકેન શાહ (૧૧૩)ની સદી એળે ગઈ હતી. સૌરાષ્ટ્રના પેસબોલર સંદીપ મણિયારે પાંચ અને જયદેવ ઉનડકટે ત્રણ વિકેટ લીધી હતી. વડોદરામાં બરોડાએ બીજા દાવમાં ૩૩૦ રન બનાવીને ગુજરાતને જીતવા ૩૬૫નો ટાર્ગેટ આપ્યો હતો. ગઈ કાલે બરોડાના અંબાતી રાયુડુ (૧૦૫)એ સદી ફટકારી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK