મુંબઈએ બેન્ગાલ સામે લીધી લીડ

Published: 3rd December, 2012 06:51 IST

બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની બેન્ગાલ સામેની મૅચના બીજા દિવસે મુંબઈ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું. ૭ વિકેટે ૨૬૨ રનથી આગળ રમતાં મુંબઈએ ગઈ કાલે વધુ ૩૫ રન ઉમેરીને બાકીની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને ૨૯૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. બેન્ગાલના ઑલરાઉન્ડર લક્ષ્મી રતન શુક્લાએ ૩૮ રનમાં પાંચ વિકેટ લીધી હતી.જવાબમાં બેન્ગાલ ૨૦૧ રનમાં જ ઑલઆઉટ થઈ જતાં મુંબઈને મહત્વની ૯૬ રનની લીડ મળી હતી. બેન્ગાલનો ઓપનર અરિન્દમ દાસ ૯૮ રને અણનમ રહ્યો હતો. કૅપ્ટન મનોજ તિવારીએ ૩૮ રન બનાવ્યા હતા. મુંબઈ વતી સૌથી વધુ સ્પિનર અંકિત ચવાણે ૬૧ રનમાં ૪ વિકેટ લીધી હતી. ક્ષેમલ વાયંગણકરે બે તથા ધવલ કુલકર્ણી અને આવિષ્કાર સાળવીએ એક-એક વિકેટ લીધી હતી. મુંબઈએ બીજી ઇનિંગ્સમાં ત્રણ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૬ રન બનાવી લીધા હતા.

અન્ય મુખ્ય મૅચોમાં શું બન્યું?

વલસાડમાં ગુજરાતના ૫૬૬ રન સામે હૈદરાબાદના એક વિકેટે ૫૦ રન

કાનપુરમાં વડોદરાના ૨૫૪ રનની સામે ઉત્તર પ્રદેશના ૬ વિકેટે ૩૦૧

રોહતકમાં હરિયાણાના ૩૦૭ની સામે દિલ્હી ૬ વિકેટે ૧૬૫

સંબલપુરમાં મહારાષ્ટ્રના ૩૧૫ રન સામે ઓડિશા ૩ વિકેટે ૨૩૭

નાગપુરમાં વિદર્ભ સામે તામિલનાડુ ૮ વિકેટે ૪૪૩

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK