દીકરીઓને પણ સમાન તક આપવી જોઈએ : તેન્ડુલકર
સચિન તેન્ડુલકર
ક્રિકેટજગતના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે હાલમાં દીકરીઓને સમાન તક આપવાની વાત કરી છે. ગઈ કાલે નૅશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઊજવાયો હતો. આ સંદર્ભે વાત કરતાં સચિને કહ્યું કે ‘દીકરીઓ આપણું ગર્વ છે અને આપણા જીવનનો પ્રકાશપૂંજ છે. ચાલો સાથે મળીને દીકરીઓનું જતન કરીએ અને તેમનાં સપનાંઓ પૂરાં કરવા તેમને પણ સમાન તક આપીએ.’
સચિન તેન્ડુલકર હાલમાં બુશફાયર ક્રિકેટ બૅશમાં પૉન્ટિંગ ઇલેવન ટીમના કોચપદે ફરજ બજાવી રહ્યો છે. આ લીગ ત્રણ ચૅરિટી મૅચ રમશે.