મુંબઈએ લીધી ૨૦૪ રનની લીડ : આજે જીતી શકે

Published: Dec 24, 2011, 04:25 IST

વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે ચાર દિવસની રણજી મૅચના ત્રીજા દિવસે પંજાબના બીજા દાવમાં ૪ વિકેટે ૨૦૩ રન હતા. હરભજન સિંહની ગેરહાજરીમાં કૅપ્ટન્સી સંભાળી રહેલો વિકેટકીપર ઉદય કૌલ ૬૩ રને નૉટઆઉટ હતો.

 

તેની સાથે બિપુલ શર્મા ૧ રને રમી રહ્યો હતો. બિપુલે ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૬૮ રન બનાવ્યા હતા.મુંબઈએ પ્રથમ દાવમાં ૨૦૪ રનની લીડ લીધી હતી. પંજાબે એ લગભગ ઉતારી લીધી છે, પરંતુ આજે છેલ્લા દિવસે જો એનો દાવ વહેલો પૂરો થશે તો મુંબઈને મૅચ જીતીને પાંચ પૉઇન્ટ કબજામાં લેવાનો સારો મોકો મળશે. કર્ણાટકની જેમ મુંબઈ આ સ્પર્ધાના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું છે.


બુધવારે ભૂતપૂર્વ ભારતીય પેસબોલર બલવિન્દર સિંહની જેમ કરીઅરની પહેલી જ ફસ્ર્ટ-ક્લાસ મૅચમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવનાર બલવિન્દર સિંહ સંધુ (જુનિયર)ને ગઈ કાલે એક જ વિકેટ મળી હતી. જોકે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લેનાર પેસબોલર ક્ષેમલ વાયંગણકરે ગઈ કાલે બે શિકાર કર્યા હતા. એક વિકેટ ઑફ સ્પિનર રમેશ પોવારને મળી હતી.


મુંબઈનો પ્રથમ દાવ ગઈ કાલે ૪૩૦ રને પૂરો થયો હતો. રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન ધરાવતા વસીમ જાફરના ગુરુવારના ૮૨ રન પછી રમેશ પોવારના ૮૧ રન ગઈ કાલનું સૌથી મોટું આકર્ષણ હતું. સુશાંત મરાઠે અને આવિષ્કાર સાળવીએ ઈજાને કારણે બૅટિંગ નહોતી કરી. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝના સ્ટાર-સ્પિનર રાહુલ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK