IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ 48 રને જીતી

Published: 1st October, 2020 23:22 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પંડ્યા અને પોલાર્ડની અંતે 23 બોલમાં 67 રનની પાર્ટનરશીપ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

આજે આઇપીએલમાં અબુ ધાબીમાં ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર કિંગ્સ ઇલેવન પંજાબ સામે જામી હતી. બન્ને ટીમની હાલત એકસમાન હતી. બન્ને ટીમે હાર સાથે સીઝનની શરૂઆત કરી હતી અને બીજી મૅચમાં શાનદાર કમબૅક કરીને જીત મેળવી હતી, જ્યારે ત્રીજી મૅચમાં બન્નેએ રોમાંચક મૅચમાં હાર જોવી પડી છે. પહેલી બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટે 191 રન કર્યા હતા, જેની સામે કિંગ્સ ઈલેવન પંજાબે 143 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં વિકેટકીપર ડી કોક શૂન્ય, કૅપ્ટન રોહિત શર્મા 45 બોલમાં આઠ ફોર અને ત્રણ સિક્સ મારીને 70 રન, સુર્યકુમાર યાદવ 10 રન, ઈશાન કિશન 28 રને આઉટ થયો હતો. જ્યારે પોલાર્ડ 20 બોલમાં ત્રણ ફોર અને ચાર સિક્સ મારીને 47 રન અને હાર્દિક પંડ્યા 11 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ મારીને 30 રને નોટઆઉટ રહ્યા હતા.

pollard pandya

કિંગ્સ ઈલેવન પંજાબમાં કોટ્રલે ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ, શામીએ ચાર ઓવરમાં 36 રન આપીને એક વિકેટ, રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 37 રન આપ્યા હતા. કે ગૌથમે ચાર ઓવરમાં 45 રન આપીને એક વિકેટ અને નિશેમે ચાર ઓવરમાં બાવન રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં કિંગ્સ ઈલેવન પંજાબનો કૅપ્ટન લોકેશ રાહુલ 19 બોલમાં માત્ર 17 રન, મયંક અગ્રવાલ 18 બોલમાં ત્રણ ફોર મારીને 25 રન પર આઉટ થયો હતો. કરૂણ નાયરે ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો હતો. નિકોલસ પૂરણ ત્રણ ફોર અને બે સિક્સ મારીને 27 બોલમાં 44 રન, મેક્સવેલ 18 બોલમાં ફક્ત 11 રન, જેમ્સ નિશેમ સાત રન, સરફરાઝ ખાન સાત રન, રવિ બિશ્નોઈ એક રન પર આઉટ થયો હતો. અંતે ગૌથમ 22 રને અને શામી બે રન ઉપર નોટઆઉટ રહ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સની વાત કરીએ તો કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી, જ્યારે રાહુલ ચહરે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ, જેમ્સ પેટીસને ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ, ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 42 રન આપીને એક વિકેટ અને જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 42 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK