બૅન્ગલોર: ડેરેન ગંગાએ જો પોતાના ભાઈ શેરવિન ગંગાના મૅચના છેલ્લા બૉલમાં ડિફેન્સિવ અપ્રોચ અપનાવવાને બદલે આક્રમક ફીલ્ડિંગ ગોઠવી હોત તો મુંબઈ ઇન્ડિયન્સનો ૧૧મા નંબરનો બૅટ્સમૅન યુઝવેન્દ્ર ચહલ બે રન તો શું, કદાચ એક રન પણ ન દોડી શક્યો હોત અને ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોનો એક રનથી રોમાંચક વિજય થયો હોત. જોકે પરિણામ ઊલ્ટું આવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લા બૉલે એક વિકેટે યાદગાર જીત મેળવી હતી.
મુંબઈ ઇન્ડિયન્સે જીતવા માત્ર ૯૯ રનનો ટાર્ગેટ મેળવવાનો હતો, પરંતુ એ છેક ૧૯.૫ ઓવર સુધી નહોતો મેળવી શકાયો. વાત છેલ્લા બૉલ સુધી ગઈ હતી. ઑફ સ્પિનર શેરવિન ગંગાના એ લાસ્ટ બૉલમાં મુંબઈ ઇન્ડિયન્સે જો એક રન કયોર્ હોત તો મૅચ ટાઇ થતાં સુપર ઓવરમાં ગઈ હોત. જોકે ચહલ અને અબુ નેચિમ બે રન દોડી ગયા હતા અને મુંબઈ ઇન્ડિયન્સ જીતી ગયું હતું.
લાસ્ટ બૉલમાં જ આક્રમક ફીલ્ડિંગ ટાળી
શેરવિન ગંગાના એ લાસ્ટ બૉલમાં બૅટ્સમેનો એક રન લઈને મૅચ ટાઇ કરાવી દે તો વાંધો નહીં, પરંતુ એક કરતાં વધુ રન લઈ લે તો જીતી જાય એટલે તેમને એકથી વધુ રન ન આપવા એટલે એવું વિચારીને કૅપ્ટન
ડૅરેન ગંગાએ ક્લોઝ-ઇન ફીલ્ડિંગનો અપ્રોચ રાખવાને બદલે ફીલ્ડરોને દૂર-દૂર ગોઠવી દીધા હતા. ગંગાએ આખી ઇનિંગ્સમાં આક્રમક ફીલ્ડિંગ ગોઠવી હતી, પરંતુ છેલ્લા બૉલમાં જ્યારે એવો અપ્રોચ જરૂરી હતો ત્યારે જ ન અપનાવીને બ્લન્ડર કર્યું હતું.
શેરવિન ગંગાનો લાસ્ટ બૉલ નીચો
ફુલ-ટૉસ હતો જેમાં ચહલે હળવા હાથે બૉલને મિડવિકેટની દિશામાં મોકલી દીધો હતો. ઍડ્રિયન બરાથ ડીપ મિડવિકેટ પર હતો જ્યાંથી તેણે બૉલ સુધી પહોંચતાં ઘણું દોડવું પડ્યું હતું. તેણે બૉલ પકડ્યો ત્યાં સુધીમાં તો ચહલ અને નેચિમે બીજો રન લેવાની શરૂઆત કરી દીધી હતી. બરાથના થ્રોમાં બૉલ સ્ટ્રાઇકર્સ-એન્ડ પર સ્ટમ્પ્સથી થોડો દૂર આવ્યો હતો જેમાં વિકેટકીપર ડેનેશ રામદીન લપસી જતાં બરાબર નહોતો પકડી શક્યો અને અન્ડરઆર્મમાં બૉલને સ્ટમ્પ્સ પર નહોતો નાખી શક્યો. ચહલ રનઆઉટ થતાં બચી ગયો હતો અને મુંબઈ જીતી ગયું હતું.
હાથમાં આવેલી બાજી ગુમાવી
હાથમાં આવેલી જીત છીનવાઈ જતાં મૅન ઑફ ધ મૅચ રવિ રામપૉલ સહિત ટ્રિનિદાદના કેટલાક ફીલ્ડરો નિરાશામાં ઘૂંટણિયે બેસી પડ્યા હતા, જ્યારે બીજા કેટલાક પ્લેયરો ગુમસુમ ઊભા રહી ગયા હતા. માત્ર કૅપ્ટન ડૅરેન ગંગા નિરાશામાં પોતાના સાથીઓ પાસે જઈને તેમને મરતે દમ તક લડવા બદલ તેમની પીઠ થાબડતો જોવા મળ્યો હતો.જોકે ટ્રિનિદાદના પ્લેયરોને ૯૮ રનનું મામૂલી ટોટલ પણ પોતે ડિફેન્ડ ન કરી શક્યા એનો ખૂબ અફસોસ હતો.
ચહલનો બે વખત છેલ્લે ચમત્કાર
સોમવારની મૅચમાં ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોએ ૧૭મી ઓવરના બીજા બૉલમાં સુનીલ નારાયણની છેલ્લી વિકેટ ગુમાવી હતી. અબુ નેચિમના એ બૉલમાં થર્ડ મૅનના સ્થાને યુઝવેન્દ્ર ચહલે ડાઇવ મારીને અફલાતુન કૅચ પકડી લીધો હતો અને ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોની ટીમ માત્ર ૯૮ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોની ઇનિંગ્સના એ છેલ્લા બૉલમાં કમાલ કર્યા પછી ચહલે મૅચના આખરી બૉલમાં પણ બે રન દોડી જઈને મુંબઈ ઇન્ડિયન્સને વિજય અપાવ્યો હતો. ૨૧ વર્ષના હરિયાણાના યુઝવેન્દ્ર ચહલે ૧૫ ફસ્ર્ટ ક્લાસ મૅચોમાં બૅટિંગમાં ખાસ કંઈ સારું પફોર્ર્મ નથી કરી દેખાડ્યું. તે ખરેખર તો અગ્રેસિવ લેગસ્પિનર છે.
બેસ્ટ ઑફ બૅન્ગલોર
સોમવારે બૅન્ગલોરમાં લસિથ મલિન્ગાએ ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોના ઓપનર ઍડ્રિયન બરાથનું સ્ટમ્પ દૂર ઉડાડી દીધું હતું (ઉપર). આગલી મૅચના હીરો મલિન્ગાએ બાવીસ રનમાં બે વિકેટ લીધી હતી અને પછી ૧૫ રન પણ કર્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર એઇડન બ્લિઝર્ડે શૉર્ટ થર્ડ મૅન પર લેન્ડલ સિમન્સે પોતાનો કૅચ પકડ્યો એ પહેલાં જ ચાલતી પકડી હતી.
Maharashtra: જાલનામાં સ્કૂલ-કૉલેજ અને સાપ્તાહિક બજાર 31 માર્ચ સુધી બંધ
24th February, 2021 11:33 ISTરણબીર-આલિયા અને કૅટરિના એક જ બિલ્ડિંગમાં રહેશે?
24th February, 2021 11:22 ISTદીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન
24th February, 2021 11:08 ISTદીકરાના સુસાઇડના ખોટા સમાચાર સામે લીગલ ઍક્શન લેશે શેખર સુમન
24th February, 2021 11:05 IST