ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની 13મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચેની મેચમાં પહેલી બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટે 195 રન કર્યા હતા. આ સામે કોલકાતા નાઈટ રાઈડર્સે 146 રન કર્યા હતા.
શુભમ ગીલે 11 બોલમાં સાત રન, સુનિલ નારાયણે 10 બોલમાં 9 રન, કૅપ્ટન દિનેશ કાર્તિકે 23 બોલમાં 30 રન, નિતીશ રાણાએ 18 બોલમાં 24 રન, મોર્ગન 20 બોલમાં 16 રન કરીને આઉટ થયો હતો. આંદ્રે રસેલે 20 બોલમાં ફક્ત 16 રન કર્યા હતા. નિખિલ નાયકે ત્રણ બોલમાં એક રન પર આઉટ થયો હતો. છેલ્લે છેલ્લે ક્યુમિન્સે આક્રમક ઈનિંગ રમતા 12 બોલમાં એક ફોર અને ચાર સિક્સ સાથે 33 રન કર્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 30 રન આપીને બે વિકેટ, જેમ્સ પેટીસને ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. રાહુલ ચહરે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ, કાર્યન પોલાર્ડે ત્રણ ઓવરમાં 21 રન આપીને એક વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સમાં ડી કોકે ત્રણ બોલમાં એક રન કરીને આઉટ થયો હતો, જ્યારે કૅપ્ટન રોહિત શર્માએ ત્રણ ફોર અને છ સિક્સ મારીને 54 બોલમાં 80 રન કર્યા હતા. સુર્યકુમાર યાદવે 28 બોલમાં 47 રન કર્યા હતા. સૌરભ તિવારીએ 21 રન, હાર્દિક પંડ્યા 18 રન કરીને આઉટ થયો હતો. પોલાર્ડે સાત બોલમાં 13 રન અને કૃણાલ પંડ્યાએ ત્રણ બોલમાં એક રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
કોલકાતા નાઈડ રાઈડર્સના બોલર્સની વાત કરીએ તો સંદિપ વરિયરે ત્રણ ઓવરમાં 34 રન, શિવમ માવીએ ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ લીધી હતી. ક્યુમિન્સે સૌથી વધુ ત્રણ ઓવરમાં 49 રન આપ્યા હતા. સુનિલ નારાયણે ચાર ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી. રસેલે બે ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી જ્યારે કુલદિપ યાદવે ચાર ઓવરમાં 39 રન આપ્યા હતા.