આઇપીએલ ટ્રોફી જીતીને મુંબઈ આવી રોહિત શર્માએ શૅર કરી ભાવુક પોસ્ટ

Published: 14th November, 2020 13:34 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૩મી સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ પોતાનું પાંચમું ટાઇટલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટ પૂરી થયા બાદ કેટલાક ભારતીય પ્લેયર્સ ઑસ્ટ્રેલિયા ટૂર માટે સિડની ઊપડી ગયા હતા

રોહિત શર્મા
રોહિત શર્મા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૩મી સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ પોતાનું પાંચમું ટાઇટલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટ પૂરી થયા બાદ કેટલાક ભારતીય પ્લેયર્સ ઑસ્ટ્રેલિયા ટૂર માટે સિડની ઊપડી ગયા હતા, જ્યારે વિદેશી પ્લેયર્સ પોતપોતાના દેશ પહોંચી ગયા હતા. આઇપીએલ દરમ્યાન ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન રોહિત શર્માને ઑસ્ટ્રેલિયન સિરીઝ માટે વન-ડે અને ટી૨૦ સિરીઝમાં આરામ અપાયો હોવાથી તે મુંબઈ પાછો ફર્યો હતો. અહીં બૅન્ગ્લોરમાં તે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં રીહૅબ પ્રક્રિયામાંથી પસાર થઈને ટેસ્ટ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયા જશે.

મુંબઈ પહોંચ્યા બાદ રોહિતે સોશ્યલ મીડિયા પર આઇપીએલ ૨૦૨૦ ફાઇનલના અનેક ફોટો અપલોડ કરવાની સાથે એક ભાવુક પોસ્ટ પણ મૂકી હતી, જેમાં રોહિતે કહ્યું કે ‘જ્યારે અમે યુએઈ પહોંચ્યા ત્યારે હૅશટૅગ બબલ લાઇફ ટ્રેન્ડ કરી રહ્યું હતું. ત્રણ મહિના બાદ હું કહી શકું છું કે આ સીઝન ઘણી ખાસ હતી. ક્વૉરન્ટીનના દિવસો પછી ટ્રેઇનિંગ અને પછી ડ્રીમ11 આઇપીએલ ૨૦૨૦. પ્રોટોકૉલ આદત બની ગઈ હતી. ટીમરૂમ અમારી લિવિંગરૂમ બની ગઈ હતી. અમારી હોટેલ બાળકો માટે રમવાનું મેદાન બની ગયું હતું અને જમી લીધા બાદ એકબીજા સાથે હળવા-મળવાનો સમય સ્પર્ધાત્મક ગેમિંગ સેશન બની ગયો હતો. અમારા માટે ટાઇટલ જીતવું અને એને જાળવી રાખવું વધારે મહત્ત્વનું હતું. અમારી ટીમે ઘરથી દૂર બાયો બબલમાં એક અલગ ઘર બનાવી લીધું હતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK