રોહિતનો ફોટો શૅર કરીને મુંબઈ ઇન્ડિયન્સે WWEના લેજન્ડ અન્ડરટેકરને આપી ટ્રિબ્યુટ

Published: Jun 24, 2020, 14:32 IST | Agencies | Mumbai

ડબ્લ્યુડબ્લ્યુઈમાં લગભગ ત્રણ દાયકા સુધી રેસલિંગ કર્યા બાદ લેજન્ડ અન્ડરટેકરે તાજેતરમાં રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું.

રોહિત શર્મા
રોહિત શર્મા

ડબ્લ્યુડબ્લ્યુઈમાં લગભગ ત્રણ દાયકા સુધી રેસલિંગ કર્યા બાદ લેજન્ડ અન્ડરટેકરે તાજેતરમાં રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. અન્ડરટેકરે પોતાનું રિટાયરમેન્ટ જાહેર કરતાં મુંબઈ ઇન્ડિયન્સે તેને ટ્રિબ્યુટ આપી હતી. અન્ડરટેકરને ટ્રિબ્યુટ આપતાં મુંબઈ ઇન્ડિયન્સે કહ્યું કે ‘૩૦ લેજન્ડરી વર્ષ. થૅન્ક યુ ટેકર સ્પાર્કલ્સ.’

આ ટ્વીટ કરીને મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માનો ફોટો અપલોડ કર્યો હતો જેમાં રોહિત ડબ્લ્યુડબ્લ્યુઈના ટાઇટલ બેલ્ટ પર મુંબઈ ઇન્ડિયન્સના લોકો સાથે જોવા મળ્યો હતો. ડબ્લ્યુડબ્લ્યુઈના ચાહકોને ડૉક્યુસિરીઝ અન્ડરટેકર ફાઇનલ રાઉન્ડના છેલ્લા એપિસોડમાં અન્ડરટેકરના રિટાયરમેન્ટની વાત કહેવામાં આવી હતી, જેમાં અન્ડરટેકરે પોતે કહ્યું હતું કે હું હવે રિંગમાં પગ નહીં મૂકું. અન્ડરટેકરે કહ્યું કે ‘ક્યારેય નહીં આવું એવું ક્યારેય ન કહો, પણ મારા જીવનના આ તબક્કામાં મને હવે ફરીથી રિંગમાં આવવાની ઇચ્છા નથી. આ એવો સમય છે જ્યાંથી મારે અલગ પ્રવાસ કરવો છે. મારા માટે હવે અહીં કશું વિશેષ રહ્યું નથી. ગેમ પણ હવે બદલાઈ ગઈ છે અને નવા લોકોને તક આપવી જરૂરી છે. આ એક યોગ્ય સમય છે અને મને આશા છે કે આ ડૉક્યુમેન્ટરી મારી વાતને સારી રીતે લોકો સુધી પહોંચાડશે. એક મોટા પડદા પર તેમણે મારી આંખ ખોલી દીધી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK