IPL 2020: કૃણાલ પંડ્યાના નવા લુક્સ માટે પત્ની, ટીમમેટ્સે આ કમેન્ટ્સ આપી

Published: Sep 10, 2020, 19:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મોટા ભાગના પ્લેયર્સ તેમ જ ટીમ્સ વર્ક આઉટના કે પ્રેક્ટિસ સેશનના વીડિયો અપલોડ કરતી હોય ચે પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના કૃણાલ પંડ્યાએ ફેન્સને પોતાનો નવો અવતાર રજૂ કર્યો

તસવીર સૌજન્યઃ કૃણાલ પંડ્યા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ કૃણાલ પંડ્યા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) શરૂ થવાને ગણતરીના દિવસો જ બાકી છે. દરેક ટીમ UAEમાં નેટમાં પસીનો પાડી રહી છે. ગયા વર્ષની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ વર્ષે પણ ખિતાબ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. મોટા ભાગના પ્લેયર્સ તેમ જ ટીમ્સ વર્ક આઉટના કે પ્રેક્ટિસ સેશનના વીડિયો અપલોડ કરતી હોય ચે પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના કૃણાલ પંડ્યાએ ફેન્સને પોતાનો નવો અવતાર રજૂ કર્યો છે.

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં ઈન્સ્ટાગ્રામમાં કૃણાલે પોતાનો બ્રાન્ડ ન્યુ લુક શૅર કરતા ચાર ફોટોઝ અપલોડ કરીને ફેન્સ અને ટીમમેટ્સને પુછ્યું કે તમને કયો ફોટો ગમ્યો છે.

 
 
 
View this post on Instagram

New season, new look! Which one is your favourite?

A post shared by Krunal Pandya (@krunalpandya_official) onSep 9, 2020 at 2:24am PDT

કૃણાલના ટીમમેટ્સે તેના આ ચાર ફોટોઝમાં કમેન્ટ્સ પણ આપી હતી. સ્પિનર અક્ષર પટેલે લખ્યું કે, 123 4567891011 1213. જ્યારે કૃણાલની પત્ની પંખુરી શર્મા, ક્રિકેટર દિનેશ કાર્તિક અને મુંબઈ ઈન્ડિયન ટીમે લખ્યું કે, ઉપરના બધા જ ફોટો ગમ્યા છે. જ્યારે બેટ્સમેન સુર્ય કુમાર યાદવે કહ્યું કે, તેને ચોથા નંબરનો ફોટો ગમ્યો છે.

2016થી આઈપીએલમાં જોડાયા બાદથી જ કૃણાલ મુંબઈ ઈન્ડિયનની ટીમમાં છે. કૃણાલે 55 મેચમાં 891 રન કર્યા છે, તેમ જ 40 વિકેટ પણ લીધી છે. બેટિંગમાં બેસ્ટ સ્કોર 86 અને બોલીંગમાં બેસ્ટ ફીગર 14 રન આપીને ત્રણ વિકેટ છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK