IPL 2019 : પોલાર્ડે એકલા હાથે મુંબઇને જીતાડ્યું, લોકેશની સદી એળે ગઇ

મુંબઈ | Apr 11, 2019, 08:34 IST

પોલાર્ડે એકલા હાથે મુંબઇને હારમાંથી બહાર લાવ્યું હતું અને ટીમને જીતાડી હતી. પોલાર્ડે આક્રમક રમત રમતા માત્ર 31 બોલમાં 3 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 83 રનની ઇનીંગ રમી હતી.

IPL 2019 : પોલાર્ડે એકલા હાથે મુંબઇને જીતાડ્યું, લોકેશની સદી એળે ગઇ
મુંબઇની 3 વિકેટે જીત, (PC : IPL)

આઇપીએલમાં ગુરૂવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મુંબઇ અને પંજાબ વચ્ચેની મેચ રોમાંચક રહી હતી. પોલાર્ડે એકલા હાથે મુંબઇને હારમાંથી બહાર લાવ્યું હતું અને ટીમને જીતાડી હતી. પોલાર્ડે આક્રમક રમત રમતા માત્ર 31 બોલમાં 3 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 83 રનની ઇનીંગ રમી હતી. આમ તેણે પંજાબની લોકેશ રાહુલની સદી પર પાણી ફેરવ્યું હતું.

મુંબઇની શરૂઆત સારી  રહી
પંજાબે આપેલા 198 રનના લક્ષ્યાંક સામે મુંબઇની શરૂઆચ સારી ન રહી. મુંબઇના ઓપનર સિદ્ધાર્થ લાડ 13 બોલમાં 15 રન કરી આઉટ થયા હતા. આમ મુંબઇને 28 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. જોકે ત્યાર બાદ અન્ય બેટ્સમેનો કોઇ ખાસ લાંબી ઇનીંગ રમી શક્યા ન હતા. ડી કોક 24 રન, સુર્યકુમાર યાદવ 21 રન, ઇશાન કિશન 7 રન કરી પેવેલિયન ભેગા થયા હતા. કેરોલ પોલાર્ડો કોઇ ખેલાડીઓ લાંબો સાથ આપ્યો ન હતો. પોલાર્ડે આક્રમક ઇનીંગ રમતા મુંબઇના હારમાંથી બહાર લાવીને જીતની નજીક પહોંચાડી દીધી હતી. પોલાર્ડે 31 બોલમાં આક્રમક રમત રમતા 3 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 83 રનની ઇનીંગ રમી હતી. પોલાર્ડ જ્યારે મેદાન પર આવ્યો ત્યારે ટીમનો સ્કોર 2 વિકેટે 56 રનનો હતો અને પોલાર્ડ જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 7 વિકેટે 194 રનનો હતો. આમ પોલાર્ડે મુંબઇની હારના મુખમાંથી બહાર લાવીને જીત નજીક પહોંચાડ્યું હતું. આમ, છેલ્લી ઓવરમાં પોલાર્ડના આઉટ થયા બાદ ભારે રસાકસી થઇ હતી અને એક સમયે મેચ સુપર ઓવરમાં જાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. પણ જોસેફે છેલ્લા બોલે બે રન લઇને મુંબઇને રોમાંચક વિજય અપાવ્યો હતો.



પંજાબની શાનદાર શરૂઆત રહી
કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ હારીને પહેલા બેટિંગ કરવા લોકેશ રાહુલ અને ક્રિસ ગેલે ધમાકેદાર શરૂઆત કરી હતી. બંનેની ધમાકેદાર બેટિંગની મદદથી પંજાબે 20 ઓવરમાં 4 વિકેટ પર 197 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે સૌથી વધુ 100 રન બનાવ્યા હતા. રાહુલે પોતાની આ ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ક્રિસ ગેલે 63 રનનું યોગદાન આપ્યું હતું. 

બંનેએ પહેલી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ પંજાબને ઈનિંગની 13મી ઓવરમાં જેસન બેહરેનડોર્ફે પ્રથમ ઝટકો આપ્યો હતો. શાનદાર લયમાં નજર આવી રહેલો ગેલ 36 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આ ઈનિંગમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ 15મી ઓવરમાં પંજાબને બીજો ઝટકો લાગ્યો હતો. ડેવિડ મિલર 7 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટ પડવાનો આ સિલસિલો ચાલું રહ્યો હતો. 17મી ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાએ કરૂણ નાયરને 5 રન પર પેવેલિયન પરત મોકલી દીધો હતો. તો 18મી ઓવરના ત્રીજા બોલ પર બુમરાહે સૈમ કરનને 8 રન બનાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

લોકેશ રાહુલની IPLમાં પહેલી સદી
આ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં રહેલ રાહુલે ફરી વાનખેડે સ્ટેડિયમમમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેની આઈપીએલની કારકિર્દીમાં પહેલી સદી ફટકારી હતી. તેણે 64 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 100 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે પ્રથમ વિકેટ માટે ગેલ સાથે શાનદાર ભાગીદારી કરીને ટીમને આક્રમક શરૂઆત પણ અપાવી હતી.

ગેલની IPLમાં 26મી અડધી સદી 
ગેલે 31 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિઝનમાં તેની બીજી તો ટૂર્નામેન્ટમાં ઓવરઓલ 26મી અડધી સદી છે. ગેલે 36 બોલનો સામનો કરતા 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 63 રન ફટકાર્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK