IPL 2019 : મુંબઇએ 6 રને બેંગ્લોરને હરાવ્યું, એબી ડિના 70* રન એળે ગયા

બેંગ્લોર | Mar 28, 2019, 23:43 IST

આજે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા બેંગ્લોર ટીમને 6 રને હાર આપીને ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી છે. મુંબઇએ બેંગ્લોર ટીમને 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

IPL 2019 : મુંબઇએ 6 રને બેંગ્લોરને હરાવ્યું, એબી ડિના 70* રન એળે ગયા
મુંબઇ ઇન્ડિયન્સની જીત (PC : IPL)

આજે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા બેંગ્લોર ટીમને 6 રને હાર આપીને ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી છે. મુંબઇએ બેંગ્લોર ટીમને 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઇ તરફથી બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. જોકે બેંગ્લોર તરફથી એબી ડી વિલિયર્સે આક્રમક ઇનીંગ રમી હતી. તેણે અણનમ 70* રન કર્યા હતા. પરંતુ તે ટીમને જીતાડી શક્યો ન હતો. તો સુકાની વિરાટ કોહલીએ પણ 32 બોલમાં 46 રનની ઇનીંગ રમી હતી. કોહલીએ આઇપીએલમાં 5000 રન કરનાર બીજા ખેલાડી તરીકેની સિદ્ધી મેળવી હતી. આ પહેલા સુરેશ રૈનાએ આ સિદ્ધી પોતાના નામે કરી હતી.

બેંગ્લોરની શરૂઆત સારી ન હતી
મુંબઇએ આપેલા 188 રનના લક્ષ્યાંક સામે મેદાને ઉતરેલી બેંગ્લોરની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર મોઇન અલી મોટી ઇનીંગ રમવામાં સફળ રહ્યો ન હતો અને 7 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગાની મદદથી 13 રન કરી રન આઉટ થઇ ગયો હતો. જોકે પાર્થીવ પટેલ થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા અને 22 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 31 રન કર્યા હતા. ત્યાર બાદ સુકાની વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સે બાજી સંભાળી હતી. વિરાટ કોહલીએ એબી ડી સાથે થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા અને 32 બોલમાં 46 રનની ઇનીંગ રમી હતી. જોકે એબી ડિએ એક છેડેથી ટીમને સંભાળી હતી. તેણે 41 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 70 રન કર્યા હતા. જોકે તે ટીમને જીતાડી શક્યો ન હતો.

આ પણ વાંચો : IPL 2019 : વિરાટ કોહલી ઇતિહાસ રચે તે પહેલા સુરેશ રૈનાએ રચ્યો ઇતિહાસ

IPL માં 5000 રન કરનાર કોહલી બીજો ક્રિકેટર
વિરાટ કોહલી જસપ્રીત બુમરાહની બોલિંગમાં પુલ કરવા જતા હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 32 બોલમાં 46 રન કર્યા હતા અને તે સાથે જ આઇપીએલમાં સુરેશ રૈના પછી 5 હજાર રન કરનાર બીજો બેટ્સમેન બન્યો હતો. સુરેશ રૈનાએ ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં 5000 રનનો માઇલસ્ટોન પાર પાડ્યો હતો.

વિરાટ કોહલીની 5 હજાર રન સુધીની સફર:


પહેલા 1 હજાર રન: 45 ઇનિંગ્સ

1-2 હજાર રન: 79 ઇનિંગ્સ

2-3 હજાર રન:110 ઇનિંગ્સ

3-4 હજાર રન: 128 ઇનિંગ્સ

4-5 હજાર રન: 157 ઇનિંગ્સ


IPLમાં મુંબઈ વિરુદ્ધ 600 રન કરનાર બેટ્સમેન:

સુરેશ રૈના
શિખર ધવન

એમએસ ધોની

વિરાટ કોહલી*



બેંગ્લોરે ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ પસંદ કરી
આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે ટોસ જીતીને મુંબઇને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇની શરૂઆત સારી રહી હતી. ઓપનર ડી કોક અને સુકાની રોહીત શર્મા વચ્ચે પહેલી વિકેટ માટે 54 રનની ભાગીદારી નોંધાઇ હતી. ડી કોક મોટી ઇનીંગ રમવામાં સફળ રહ્યો ન હતો અને 20 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 રન કરી ચહલની ઓવરમાં બોલ્ડ થયો હતો. આમ ચહલે મુંબઇને પહેલો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ સુકાની રોહીત શર્મા અડધી સદી ચુક્યો હતો અને 48 રનમાં ઉમેશ યાદવે આઉટ કર્યો હતો. આમ મુંબઇની 87 રનમાં 2 મહત્વની વિકેટ પડી ગઇ હતી.

આ પણ જુઓ : IPL 2019:આ 5 ભારતીય ખેલાડીઓ છે ફોર્મમાં, બદલી શકે છે ટુર્નામેન્ટની દિશા

ચહલે મુંબઇની બાજી બગાડી
ત્યાર બાદ સુર્યકુમાર અને યુવરાજે થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા અને ટીમનો સ્કોર 125 રન સુધી પહોંચાડ્યો હતો. સુર્યકુમાર 24 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 38 રન અને યુવરાજ 12 બોલમાં 3 છગ્ગાની મદદથી 23 રન કરી આઉટ થયા હતા. જોકે અંતિમ સમયે હાર્દીક પંડ્યાએ બાજી સંભાળી હતી અને 14 બોલમાં આક્રમક ઇનીંગ રમી હતી અને 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 32 રન કર્યા હતા. આમ મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 187 રનના સ્કોર સુધી પહોચ્યા હતા. બેંગ્લોર તરફથી ચહલ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી. તો ઉમેશ યાદવ અને મો. શિરાજે 2-2 વિકટે ઝડપી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK