Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નતાશાની બોલિંગમાં હાર્દિક થયો ક્લિન બોલ્ડ: ન્યૂ યર પહેલા દિવસે કરી સગાઈ

નતાશાની બોલિંગમાં હાર્દિક થયો ક્લિન બોલ્ડ: ન્યૂ યર પહેલા દિવસે કરી સગાઈ

02 January, 2020 08:19 AM IST | Mumbai

નતાશાની બોલિંગમાં હાર્દિક થયો ક્લિન બોલ્ડ: ન્યૂ યર પહેલા દિવસે કરી સગાઈ

હાર્દિક પંડ્યા અને ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક

હાર્દિક પંડ્યા અને ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવા વર્ષના પહેલા દિવસે ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી છે. તેઓ ઘણા સમયથી એકમેકને ડેટ કરી રહ્યાં હતાં. તેમણે આ વિશે જાહેરાત નહોતી કરી, પરંતુ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી એ અનુમાન લગાવવું મુશ્કેલ નહોતું. હાર્દિકનું નામ અગાઉ ઇશા ગુપ્તા, એલી અવરામ અને ઉર્વશી રાઉતેલા સાથે પણ જોડાયું હતું.

hardik-natasha



આ સાથે જ તે ઘણી વાર ચિયર લીડર્સ સાથે ઇન્ટિમેટ થયો હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. બીજ તરફ નતાશા તેના એક્સ બૉયફ્રેન્ડ અલી ગોની સાથે ‘નચ બલિએ’માં જોવા મળી હતી. ઇમરાન હાશ્મીની ‘ધ બૉડી’ના ગીતમાં પણ નતાશા જોવા મળી હતી. તે ‘બિગ બૉસ ૮’માં પણ જોવા મળી હતી. તેઓ ન્યુ યરને દુબઈમાં સેલિબ્રિટ કરી રહ્યાં હતાં.


 

 
 
 
View this post on Instagram

Mai tera, Tu meri jaane, saara Hindustan. ?? 01.01.2020 ❤️ #engaged

A post shared by Hardik Pandya (@hardikpandya93) onJan 1, 2020 at 4:02am PST


 

તેઓ વર્ષના પહેલા દિવસે દુબઈમાં પ્રાઇવેટ યૉટ પર તેમના ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેશન કરી રહ્યાં હતાં. આ દરમ્યાન ઘૂંટણ પર બેસીને હાર્દિકે નતાશાને પ્રપોઝ કર્યું હતું. નતાશાએ હા પાડ્યા બાદ તેઓ કિસ કરી રહ્યા છે. આ વિડિયો નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. નતાશાને ડાયમંડની રિંગ આપી પ્રપોઝ કર્યું હતું અને આ ફોટો શૅર કરીને હાર્દિકે લખ્યું હતું કે ‘મેં તેરા, તું મેરી, જાને સારા હિન્દુસ્તાન. ૦૧.૦૧.૨૦૨૦ એન્ગેજ્ડ.’

આ પણ જુઓ : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

કૉન્ગ્રેચ્યુલેશન હાર્દિક. ખૂબ જ અદ્ભુત સરપ્રાઇઝ આપી છે. તમને બન્નેને શુભેચ્છા. ગોડ બ્લેસ.
- વિરાટ કોહલી, સગાઈ વિશે શુભેચ્છા આપતા

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 08:19 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK