ચેમ્પિયન્સ લીગ : બુકીઓમાં મુંબઈ ફેવરિટ

Published: 8th October, 2011 17:32 IST

ચેન્નઈ: આજે ચેન્નઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સમરસેટ સૅબર્સ વચ્ચે રમાનારી બીજી સેમી ફાઇનલ (ઈએસપીએન અને સ્ટાર ક્રિકેટ પર રાત્રે ૮.૦૦) જીતવા માટે મુંબઈ ઇન્ડિયન્સ ગઈ કાલે બુકીઓમાં ૮૪ પૈસાના ભાવ સાથે ફેવરિટ હતું. સમરસેટ સૅબર્સની જીતનો એક રૂપિયો ૨૮ પૈસાનો ભાવ બોલાતો હતો.મુંબઈ ઇન્ડિયન્સના ઑલરાઉન્ડર કીરૉન પોલાર્ડને ગુરુવારે પ્રૅક્ટિસ દરમ્યાન કાંડામાં ઈજા થઈ હતી.

કઈ ટીમમાં કયા મુખ્ય પ્લેયરો?

મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય પ્લેયરોમાં કીરૉન પોલાર્ડ, અંબાતી રાયુડુ, એઇડન બ્લિઝર્ડ, સારુલ કંવર, ઍન્ડ્ર્યુ સાયમંડ્સ, જેમ્સ ફ્રૅન્કલિન, લસિથ મલિન્ગા, હરભજન સિંહ અને અબુ નેચિમનો સમાવેશ છે. સમરસેટ સૅબર્સમાં ખાસ કરીને રુલૉફ વૅન ડર મર્વ, પીટર ટ્રેગો, ક્રેગ કિઝવેટર, અરુલ સુપૈયા, મુરલી કાર્તિક અને અલ્ફૉન્સો થૉમસનો સમાવેશ છે.
મુંબઈની ટીમમાં હવે પાંચ વિદેશીઓ નહીં

ઑલરાઉન્ડર સૂર્યકુમાર યાદવ ઈજામાંથી મુક્ત થયા પછી ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હવે બીજી ટીમોની જેમ ઇલેવનમાં વધુમાં વધુ ચાર વિદેશી પ્લેયરો રાખી શકશે. સચિન તેન્ડુલકર સહિત મુંબઈ ઇન્ડિયન્સના ઘણા પ્લેયરો ઇન્જરીને લીધે ન રમી શકતાં ક્રિકેટ બોર્ડે આ ટીમને પાંચ વિદેશીઓ રાખવાની છૂટ આપી હતી જે પાછી ખેંચી લીધી છે.

કઈ ટીમ કેવી રીતે સેમી ફાઇનલમાં પહોંચી?

મુંબઈ ઇન્ડિયન્સ

- ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૩ વિકેટે જીત
- ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગો સામે એક વિકેટે જીત
- કેપ કોબ્રાઝ સામેની મૅચ અનર્ણિીત
- ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝ સામે પાંચ વિકેટે હાર

સમરસેટ સૅબર્સ

- કલકત્તા નાઇટ રાઇડર્સ સામે પાંચ વિકેટે જીત
- સાઉથ ઑસ્ટ્રેલિયા રેડબૅક્સ સામેની મૅચ અનિર્ણીત
- રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે ૫૧ રનથી હાર
- ધ શેવરોલે વૉરિયર્સ સામે ૧૨ રનથી જીત

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK