Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકાનો ઘરઆંગણે પરાજય: ઇંગ્લૅન્ડનો સિરીઝ પર કબજો

સાઉથ આફ્રિકાનો ઘરઆંગણે પરાજય: ઇંગ્લૅન્ડનો સિરીઝ પર કબજો

28 January, 2020 12:07 PM IST | Mumbai

સાઉથ આફ્રિકાનો ઘરઆંગણે પરાજય: ઇંગ્લૅન્ડનો સિરીઝ પર કબજો

સાઉથ આફ્રિકાનો ઘરઆંગણે પરાજય: ઇંગ્લૅન્ડનો સિરીઝ પર કબજો


ઇંગ્લૅન્ડ સાથેની ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચ સાઉથ આફ્રિકા હારી ગઈ છે. ચાર મૅચની સિરીઝમાં ઇંગ્લૅન્ડે ૩-૧થી કબજો કરી લીધો છે. સાઉથ આફ્રિકાની પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ ખેરવી લેનારા માર્ક વૂડને પ્લેયર ઑફ ધ મૅચ જ્યારે વર્લ્ડ કપ ૨૦૧૯ના હીરો બેન સ્ટોક્સને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

પહેલી ઇનિંગમાં ઇંગ્લૅન્ડે 4૦૦ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકન ટીમ પહેલી ઇનિંગમાં ૧૮૩ રને ઓલઆઉટ થઈ હતી અને ત્યાર બાદ ઇંગ્લૅન્ડને બીજી ઇનિંગમાં ૨૪૮ રને પૅવિલિયન ભેગી કરી હતી. ઇંગ્લૅન્ડને ૨૪૮ સુધીમાં ઑલઆઉટ કરવામાં બુરાન હેન્ડ્રિક્સે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને પાંચ વિકેટ પડાવી લીધી હતી. બીજી ઇનિંગમાં સારું પર્ફોર્મ કરવાનો પ્રયાસ કરી રહેલી સાઉથ આફ્રિકન ટીમ ૨૭૪ રનમાં ઑલઆઉટ થઈ હતી. વનડાઉન આવેલ રેસી વાન ડેર ડુસન ૯૮ રને આઉટ થતાં સેન્ચુરી ચૂકી ગયો હતો. સેકન્ડ ઇનિંગમાં માર્ક વૂડે ચાર વિકેટ પડાવી લીધી હતી જેને લીધે ઇંગ્લૅન્ડનો ૧૯૧ રનથી વિજય થયો હતો.



ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી ફિલેન્ડરે લીધી રિટાયરમેન્ટ


સાઉથ આફ્રિકન પેસર વર્નોન ફિલેન્ડરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધી છે. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મૅચ તેના ક્રિકેટ કરીઅરની છેલ્લી મૅચ રહી હતી. ૨૦૧૧માં ડેબ્યુ કરનારા ફિલેન્ડરે ત્રણેય ફૉર્મેટમાં મળીને કુલ ૯૭ મૅચ રમી છે જેમાં કુલ ૨૬૧ વિકેટ લેવામાં તેને સફળતા મળી છે. પોતાની છેલ્લી ટેસ્ટ મૅચમાં તે માત્ર બે જ વિકેટ લઈ શક્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2020 12:07 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK