જયે કુમિતે વિભાગની હરીફાઈમાં છોકરાઓના અન્ડર-૯ વર્ગમાં ભાગ લીધો હતો. આ હરીફાઈમાં ભારત ઉપરાંત નેપાલ, ભુતાન, શ્રીલંકા, મલેશિયા, જપાન અને બીજા ઘણા દેશોના સ્પર્ધકો બૉલીવુડના ઍક્ટર અક્ષયકુમારની કરાટે સાથે સંકળાયેલી સંસ્થા દ્વારા આયોજિત આ ચૅમ્પિયનશિપમાં ઊતર્યા હતા અને એમાં જયને સર્વશ્રેષ્ઠ જાહેર કરીને તેને સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. અક્ષયકુમાર આ ચૅમ્પિયનશિપના આયોજનનો અધ્યક્ષ હતો.
કચ્છના માંડવી તાલુકાના ભાડઈ ગામના જયે બે મહિના પહેલાં એક નૅશનલ ચૅમ્પિયનશિપમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીતી લીધો હતો. મુલુંડ (વેસ્ટ)ની શૅરોન ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતો જય કરાટેમાં ફસ્ર્ટ ડિગ્રીનો બ્લૅક બેલ્ટ (ડૅન-૧) ધરાવે છે. તે ચાર વર્ષથી માર્શલ આર્ટ્સ શીખે છે.
Total Timepass: દો બારાનું શૂટિંગ શરૂ કર્યું તાપસી અને અનુરાગે
7th March, 2021 15:05 ISTરોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતાં પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
7th March, 2021 09:27 ISTઘરની બહાર દોડી ગયેલા લોહીલુહાણ પિતાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા
7th March, 2021 09:27 ISTમુંબઇમાં છઠ્ઠા માળથી કૂદીને આપ્યો જીવ, જાણો વધુ
6th March, 2021 14:10 IST