વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટર ડ્વેન બ્રાવોનું કહેવું છે કે ચેન્નઈ સુપર કિંગ્સનો કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ક્યારેય પોતે સુપરસ્ટાર છે એવો વર્તાવ નથી કરતો. ઊલટાનું તે દરેક પ્લેયરને પોતાની ગેમ રમવાની આઝાદી આપે છે જેથી ટીમ સારું પ્રદર્શન કરી શકે. બ્રાવોએ કહ્યું કે ‘ડ્રેસિંગરૂમમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઘણા સારા કૅપ્ટન જોયા છે. ફૅફ ડુ પ્લેસી, બ્રેન્ડન મૅક્લમ, હું, માઇક હસી વગેરે પ્લેયરો અમારી સાથે છે. આ બધા પ્લેયરો વિવિધ દેશોની ક્રિકેટ ટીમના કૅપ્ટન રહી ચૂક્યા છે, પણ મહેન્દ્ર સિંહ ધોની એક એવો કૅપ્ટન છે જે હંમેશાં કહેતો હોય છે કે તમે સારા છો, માટે તમે અહીં છો અને એટલા માટે જ તમારે કોઈને કોઈ વસ્તુની સાબિતી આપવાની જરૂર નથી. બીજું બધું જોવાનું કામ ફ્રૅન્ચાઇઝીનું છે. તમે માત્ર તમારી પોતાની રીતે રમો. ધોની ક્યારે પણ કોઈના પર પ્રેશર નથી નાખતો. ક્રિકેટની બહાર તમે તેને ભાગ્યે જ જોતા હશો પણ તેના દરવાજા હંમેશાં દરેક પ્લેયર માટે ખુલ્લા હોય છે. તમે ત્યાં ગમે ત્યારે જઈ શકો છો. તે એક અદ્ભુત પ્લેયર છે. તે હંમેશાં એવું વાતાવરણ બનાવી રાખે છે જ્યાં દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ રહી શકે છે. તેનાં આટલાં બધાં વખાણ અને ઉપલબ્ધિ હોવા છતાં તે ક્યારેય સુપરસ્ટારની જેમ વર્તન નથી કરતો.’
ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ
17th January, 2021 13:52 ISTપંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન
17th January, 2021 13:50 ISTસિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર
17th January, 2021 13:48 ISTબિનઅનુભવી બોલરોની કમાલ, રોહિતની વિકેટે દિવસ બગાડ્યો
17th January, 2021 13:43 IST