ધોનીના ૮૭ રન મૅચવિનિંગ હતા જ, તે ૧૦૦ કૅચ પકડનાર વન-ડેનો પ્રથમ વિકેટકીપર-બૅટ્સમૅન પણ બની ગયો
ગઈ કાલે ધોનીની હાફ સેન્ચુરી મૅચવિનિંગ નીવડી હતી, વિકેટકીપિંગમાં પણ તેનો પફોર્ર્મન્સ વિજય માટે ઘણો ઉપયોગી સાબિત થયો હતો. તેણે ક્રેગ કિઝવેટર (૭ રન)નો જે કૅચ પકડ્યો હતો એ તેનો ૧૦૦મો કૅચ હતો અને તે આ આંકડે પહોંચનાર વિશ્વનો એકમાત્ર વિકેટકીપર-બૅટ્સમૅન છે. બીજા નંબરે કુમાર સંગકારાના માત્ર ૫૯ કૅચ છે.
ગઈ કાલે ભારત સતત ૧૦ ઇન્ટરનૅશનલ મૅચ પછી પહેલી વાર જીત્યું હતું. આ ૧૦ મૅચોમાં ઇંગ્લૅન્ડ સામેની ચાર ટેસ્ટ, એક T20 અને ત્રણ વન-ડે તેમ જ એ પહેલાંના કૅરિબિયન પ્રવાસની છેલ્લી બે વન-ડેનો સમાવેશ છે.
થોડા વખતથી મેં મારો ફેવરિટ હેલિકૉપ્ટર શૉટ મારવાનું બંધ કર્યું હતું, પરંતુ આ મૅચમાં એવા શૉટ ફટકારવાનું મન થઈ ગયું અને નસીબજોગે એની અજમાયશથી મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો
- મહેન્દ્ર સિંહ ધોની
ત્રીજી ટેસ્ટનો માત્ર ૧૪૦.૨ ઓવરમાં ધી એન્ડઃ ભારતની લૉર્ડ્સની ટિકિટ ઑલમોસ્ટ કન્ફર્મ
26th February, 2021 08:14 ISTલેન્ગ્થ અને સ્પીડ અક્ષરના વિનાશ-મંત્રો
26th February, 2021 08:12 ISTઇંગ્લૅન્ડના 112 રનના જવાબમાં ભારતના ત્રણ વિકેટે 99 રન
25th February, 2021 10:44 ISTઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલ-પાવર
25th February, 2021 10:44 IST